અમેરિકામાં રમાઈ રહેલી મેજર લીગ ક્રિકેટ (MLC) 2026માં વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન Rovman Powellએ પોતાની આક્રમક બેટિંગથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. સિયાટલ ઓર્કાસ સામે રમાયેલી મેચમાં લોસ એન્જલસ નાઇટ રાઇડર્સના આ બેટ્સમેને માત્ર 11 બોલમાં 37 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, જેમાં 1 ચોગ્ગો અને 5 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થયો હતો.
મેચની 17મી ઓવરમાં શ્રીલંકાના ઓલરાઉન્ડર Dasun Shanaka બોલિંગ કરવા આવ્યા હતા. પોવેલે ઓવરની પ્રથમ પાંચેય બોલ પર સતત પાંચ છગ્ગા ફટકારીને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને રોમાંચિત કરી દીધા હતા. પ્રથમ બોલ પર ડીપ મિડવિકેટ, બીજી બોલ પર લોંગ-ઓન, ત્રીજી બોલ પર મિડવિકેટ, ચોથી બોલ પર લોંગ-ઓફ અને પાંચમી બોલ પર ફરી એકવાર લોંગ-ઓન ઉપરથી છગ્ગો ફટકારી પોવેલે પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો.
પોવેલ પાસે એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારવાનો ઐતિહાસિક મોકો હતો, પરંતુ ઓવરની છેલ્લી બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં તેઓ કેચ આઉટ થઈ ગયા. તેમ છતાં, તેની આ ટૂંકી પરંતુ વિસ્ફોટક ઇનિંગ્સે મેચનો રંગ બદલી નાખ્યો અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
પોવેલના આક્રમક શોએ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે. ક્રિકેટ ચાહકો તેની બેટિંગની પ્રશંસા કરી રહ્યા છે અને ઘણા લોકોએ તેને MLC 2026ની અત્યાર સુધીની સૌથી મનોરંજક કેમિયોમાંની એક ગણાવી છે. પાંચ સતત છગ્ગાની આ ઇનિંગ્સ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.
6 6 6 6 6 W – Rovman Powell smashed Dasun Shanaka for 5 consecutive SIXES and got out on last ball🔥pic.twitter.com/0aWYHvRXAk
— Maina Singh (@Maina_Singhx77) June 22, 2026

