યુરોપિયન ટી20 પ્રીમિયર લીગ (ETPL)ની પ્રથમ સીઝન પહેલાં યોજાયેલા ઐતિહાસિક પ્લેયર ડ્રાફ્ટમાં આયર્લેન્ડના તેજ ગતિના બોલર જય મૂન્દ્રાને મોટી સફળતા મળી છે. રોટરડેમ ડોકર્સે તેને પોતાની પ્રથમ પસંદગી તરીકે ટીમમાં સામેલ કરીને તેના પર મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તાજેતરમાં ભારત સામેની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ જય મૂન્દ્રાનું નામ યુરોપિયન ક્રિકેટમાં ઝડપથી ચર્ચામાં આવ્યું હતું.
ભારત સામેની શ્રેણીમાં મૂન્દ્રાએ પોતાની ઝડપ, ચોકસાઈ અને વિકેટ લેવાની ક્ષમતાથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેના આ જ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રોટરડેમ ડોકર્સે ડ્રાફ્ટમાં સૌથી પહેલાં તેની પસંદગી કરી. ટીમના સહ-માલિક અને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર જોન્ટી રોડ્સે પણ જણાવ્યું કે જય મૂન્દ્રા તેની પ્રથમ પસંદગી હતા અને તેઓ ભવિષ્યના સ્ટાર ખેલાડી બની શકે તેવી ક્ષમતા ધરાવે છે.
રોટરડેમ ડોકર્સે જય મૂન્દ્રા ઉપરાંત નેધરલેન્ડ્સના માઈકલ લેવિટ, રાયન ક્લેઇન, વિક્રમજીત સિંહ અને સાકિબ ઝુલ્ફિકાર તેજ સ્કોટલેન્ડના જેસ્પર ડેવિડસનને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. આ ટીમે અનુભવી અને યુવા ખેલાડીઓનું સંતુલિત સંયોજન તૈયાર કર્યું છે, જેના કારણે આવનારી સિઝનમાં તે મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે.
ETPLની પ્રથમ સીઝન માટે કુલ છ ફ્રેન્ચાઇઝીઓએ 36 ખેલાડીઓની પસંદગી કરી છે. આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને રલેન્ડ્સના 12-12 ખેલાડીઓને ડ્રાફ્ટમાં સ્થાન મળ્યું હતું. લીગનો ઉદ્દેશ યુરોપમાં ક્રિકેટને નવી ઓળખ આપવાનો છે અને યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડવાનો છે.
જય મૂન્દ્રા માટે આ પસંદગી તેના કરિયરની મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ભારત સામેની સફળ શ્રેણી બાદ હવે તેઓ ETPLમાં પણ પોતાની પ્રતિભાનો જલવો બતાવવા આતુર હશે. જો તેઓ અહીં પણ પ્રભાવશાળી પ્રદર્શન કરશે તો ભવિષ્યમાં વિશ્વ ક્રિકેટમાં વધુ મોટી ઓળખ બનાવવાની તેની શક્યતાઓ વધુ મજબૂત બનશે.
आयरलैंड में टीम इंडिया को हराने वाले गेंदबाज जय मूंदड़ा को मिला नई टीम का साथ, अब ETPL में दिखेगा जलवाhttps://t.co/EBioveC301
— India TV (@indiatvnews) July 2, 2026

