ભારતીય ક્રિકેટર અને રાજસ્થાનના કેપ્ટન મહિપાલ લોમરોર માટે વિદેશી ક્રિકેટમાં પોતાને સાબિત કરવાની મોટી તક આવી છે. લોમરોરે ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત સરે કાઉન્ટી ટીમ સાથે 2026 કાઉન્ટી ચેમ્પિયનશિપની બાકીની છ મેચ માટે કરાર કર્યો છે. સરેએ બુધવારે આ કરારની પુષ્ટિ કરી હતી. લોમરોર હવે ટીમ સાથે જોડાઈને કાઉન્ટી ક્રિકેટમાં પોતાની શરૂઆત કરશે.
26 વર્ષીય લોમરોર ડાબોડી બેટ્સમેન હોવાની સાથે ડાબોડી સ્પિન બોલિંગ પણ કરી શકે છે. સરેને તેની પસંદગી ખાસ કરીને ટીમની બેટિંગમાં ઊંડાણ અને સ્પિન વિકલ્પને મજબૂત કરવા માટે કરી છે. ટીમના મહત્વના ખેલાડી વિલ જેક્સ એન્કલની ઈજાને કારણે ઉપલબ્ધ નથી, જ્યારે ડેન લોરેન્સને ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો બોલાવવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં લોમરોર સરે માટે ઉપયોગી વિકલ્પ બની શકે છે.
લોમરોરનો ફર્સ્ટ-ક્લાસ રેકોર્ડ પણ શાનદાર છે. તેણે 63 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 3,836 રન બનાવ્યા છે અને તેની બેટિંગ સરેરાશ 42.62ની છે. તેના નામે 10 સદી છે. ખાસ વાત એ છે કે તેણે ઉત્તરાખંડ સામે 300 રનની અણનમ ઐતિહાસિક ઇનિંગ પણ રમી છે. બોલિંગમાં તેણે 62 વિકેટ ઝડપી છે, જેમાં એક પાંચ વિકેટની ઇનિંગ પણ સામેલ છે.
સરેએ લોમરોરને નોટિંગહામશાયર સામેની આગામી મેચ પહેલાં ટીમમાં સામેલ કર્યો છે. આ મુકાબલો 20 ઓગસ્ટથી ધ ઓવલ ખાતે રમાવાનો છે. લોમરોરે પણ સરે સાથે જોડાવા અંગે ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમવું તેના માટે નવા વાતાવરણમાં પોતાને પડકારવાની અને અનુભવી ખેલાડીઓ પાસેથી શીખવાની મોટી તક છે.
આ કરાર લોમરોર માટે ઇંગ્લિશ પરિસ્થિતિઓમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની મહત્વપૂર્ણ તક બની શકે છે.
राजस्थान के ऑलराउंडर महिपाल पहुंचे इंग्लैंड, अब काउंटी चैंपियनशिप में दिखाएंगे जलवा#MahipalLomror #Rajasthan #Crickethttps://t.co/ya6xXVcyYH –
— Times Now Navbharat (@TNNavbharat) August 19, 2026

