ધ હન્ડ્રેડ 2026માં ટ્રેન્ટ રોકેટ્સની સીધી ફાઈનલમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી મહત્વપૂર્ણ મેચમાં સધર્ન બ્રેવે ટ્રેન્ટ રોકેટ્સને 6 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાંથી વિદાય લીધી. આ હાર બાદ હવે રોકેટ્સનું ટોચનું સ્થાન અને સીધી ફાઈનલમાં પહોંચવાનું ગણિત બીજા મુકાબલાના પરિણામ પર નિર્ભર બની ગયું છે.
ટ્રેન્ટ રોકેટ્સે પ્રથમ બેટિંગ કરતાં 100 બોલમાં 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. ટીમ એક સમયે માત્ર 92 રનમાં 5 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી. જોકે મિચેલ સેન્ટનર અને લુઈસ ગ્રેગરીએ શાનદાર બેટિંગ કરીને ટીમને સંભાળી હતી. બંનેએ અંતિમ 39 બોલમાં 66 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. સેન્ટનરે અણનમ 35 જ્યારે ગ્રેગરીએ અણનમ 28 રન બનાવ્યા હતા.
159 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સધર્ન બ્રેવને જેમી સ્મિથ અને મોઈન અલીની જોડીએ સારી શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે 42 રન ઉમેર્યા. જોકે રોકેટ્સના બોલરોએ વાપસી કરીને બ્રેવનો સ્કોર 78 રનમાં 3 વિકેટ કર્યો હતો.
અહીંથી ટ્રિસ્ટન સ્ટબ્સ અને માર્કસ સ્ટોઈનિસે મેચનું સંપૂર્ણ ચિત્ર બદલી નાખ્યું. બંનેએ આક્રમક બેટિંગ કરતાં માત્ર 41 બોલમાં 70 રનની ભાગીદારી કરી. સ્ટોઈનિસે 25 બોલમાં 46 રનની તોફાની ઇનિંગ રમી, જ્યારે સ્ટબ્સે દબાણ વચ્ચે અણનમ 52 રન ફટકાર્યા. સધર્ન બ્રેવે 159 રનનું લક્ષ્ય માત્ર 97 બોલમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું, જેમાં ત્રણ બોલ બાકી રહ્યા હતા.
હવે ટ્રેન્ટ રોકેટ્સની સીધી ફાઈનલમાં પહોંચવાની આશા સનરાઇઝર્સ લીડ્સ અને મેનચેસ્ટર સુપર જાયન્ટ્સ વચ્ચેના પરિણામ પર ટકી છે. સનરાઇઝર્સ જીતશે તો તે નેટ રન રેટના આધારે રોકેટ્સને પાછળ છોડી શકે છે.
Tristan Stubbs – 52* off 28
Marcus Stoinis – 46 off 25Southern Brave beat Trent Rockets by 6 wickets.#TheHundred2026 #MensHundred
📸 ECB Images pic.twitter.com/BDjyPww4aV
— Cricbuzz (@cricbuzz) August 11, 2026

