મેજર લીગ ક્રિકેટ (MLC) 2026માં MI ન્યૂયોર્ક અને સિએટલ ઓર્કાસ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં કિરોન પોલાર્ડે પોતાની અનુભવી બોલિંગથી ટીમને યાદગાર જીત અપાવી હતી. અંતિમ ઓવરમાં 14 રન બચાવવાની મુશ્કેલ જવાબદારી પોલાર્ડે શાનદાર રીતે નિભાવી અને MI ન્યૂયોર્કે 5 રનથી જીત નોંધાવી.
પ્રથમ બેટિંગ કરતા MI ન્યૂયોર્કે 20 ઓવરમાં 8 વિકેટે 132 રન બનાવ્યા હતા. ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે સૌથી વધુ 61 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. ઉપરાંત તજિંદર સિંહે 23 અને નિકોલસ પૂરણે 19 રનનું યોગદાન આપ્યું હતું. સિએટલ તરફથી માર્કસ સ્ટોઇનિસે શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં માત્ર 14 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
133 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સિએટલ ઓર્કાસની શરૂઆત સારી રહી નહોતી અને ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી. માર્કસ સ્ટોઇનિસે 36 રનની લડાયક ઇનિંગ્સ રમીને મેચમાં રોમાંચ જાળવી રાખ્યો, જ્યારે અંતમાં જસદીપ સિંહે ઝડપી 16 રન ફટકારી જીતની આશા જીવંત રાખી. છેલ્લી ઓવરમાં જીત માટે 14 રનની જરૂર હતી. સ્ટોઇનિસે પ્રથમ બોલ પર સિક્સર ફટકારી દબાણ વધાર્યું, પરંતુ બીજા જ બોલે રોમારિયો શેફર્ડે તેનો અદ્ભુત કેચ પકડી પોલાર્ડને મોટી સફળતા અપાવી. ત્યારબાદ પોલાર્ડે સતત ડોટ બોલ નાખી સિએટલના બેટ્સમેનોને ખુલ્લા હાથે રમવાની તક આપી નહીં અને MI ન્યૂયોર્કને યાદગાર જીત અપાવી.
MI ન્યૂયોર્ક માટે રોમારિયો શેફર્ડ સૌથી સફળ બોલર રહ્યો. તેણે 4 ઓવરમાં માત્ર 16 રન આપી 3 વિકેટ ઝડપી હતી. કોર્બિન બોશ અને ટ્રેન્ટ બોલ્ટે પણ મહત્વની વિકેટો મેળવી, જ્યારે પોલાર્ડે નિર્ણાયક ક્ષણે સ્ટોઇનિસની વિકેટ લઈને મેચનો પાસો પલટી નાખ્યો. આ જીત સાથે MI ન્યૂયોર્કે ટૂર્નામેન્ટમાં મહત્વના બે પોઈન્ટ મેળવ્યા અને પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી.
Pollard has still got that clutch gene
14 runs required in last over against set Stoinis and Jasdeep but he successfully defended it helping MINY to win by 5 runs. pic.twitter.com/X5f5nODAdy— Vishal Yadav (@CricVishalyadav) July 3, 2026

