પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હેરિસ રઉફ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે પણ તે વિકેટ લીધા બાદ ઉજવણી કરવાની પોતાની સ્ટાઈલને કારણે હેડલાઈન્સમાં છે. બિગ બેશ લીગની મેચમાં, તેણે ઉજવણીની નવી રીત શોધી કાઢી.
ઓસ્ટ્રેલિયાની આ પ્રખ્યાત ટી20 લીગમાં સોમવારે મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમતા તેણે પર્થ સ્કોર્ચર્સના ઓપનર કર્ટિસ પેટરસની વિકેટ લીધી હતી. ત્યારબાદ અમ્પાયર દ્વારા બેટ્સમેનને આઉટ આપ્યા બાદ તેણે અનોખી રીતે ઉજવણી કરી હતી.
હેરિસે ઈશારાથી હાથ સાફ કરવાનો સંદેશ આપ્યો અને તરત જ ખિસ્સામાંથી માસ્ક કાઢીને પહેરાવ્યો. ક્રિકેટ જગતમાં આ પ્રકારનો આ પહેલો સેલિબ્રેશન છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે અને આ આખી ક્ષણનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પહેલીવાર નથી જ્યારે 28 વર્ષીય બોલર તેના સેલિબ્રેશનને કારણે ચર્ચામાં હોય. તેણે બે વર્ષ પહેલાં બિગ બેશ લીગ દરમિયાન ‘ગળું ચીરી’ ઈશારા સાથે ઉજવણી કરી હતી જે વિવાદમાં ફસાયેલી હતી. BBLના ટ્વિટર હેન્ડલે પણ તેની ઉજવણીનો વીડિયો શેર કર્યો અને તેને ક્રૂર અને અસંસ્કારી ગણાવ્યો. ત્યારપછી રઉફે ‘આદબ’ કરીને ઉજવણી કરવાનું શરૂ કર્યું.
What a celebration from @HarisRauf14 🤣 😷 #TeamGreen #BBL11 pic.twitter.com/90StOOWedo
— Melbourne Stars (@StarsBBL) January 11, 2022

