એક તરફ IPL 2026ના પ્લેઓફની રેસે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે, ત્યારે બીજી તરફ આફ્રિકાની ધરતી પર એક બેટ્સમેને એવી વિસ્ફોટક ઇનિંગ રમી કે દુનિયાભરના ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. ICC મેન્સ T20 વર્લ્ડ કપ આફ્રિકા સબ-રીજનલ ક્વોલિફાયર-A ટૂર્નામેન્ટમાં રવાંડાના સ્ટાર બેટ્સમેન Hamza Khan એ આઈવરી કોસ્ટ સામે માત્ર 65 બોલમાં અણનમ 164 રનની ધમાકેદાર ઇનિંગ રમી ઇતિહાસ રચ્યો.
હમજા ખાને પોતાની આ તોફાની ઇનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 15 ગગનચુંબી છક્કા ફટકાર્યા. તેની બેટિંગ એટલી આક્રમક હતી કે આઈવરી કોસ્ટના બોલરો સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલાઈ ગયા. હમજાની આ ઐતિહાસિક પારીના કારણે રવાંડાએ 20 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી 288 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો. પુરુષ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં આ સાતમો સૌથી મોટો સ્કોર માનવામાં આવે છે.
હમજા ખાનની આ ઇનિંગ હવે T20I ઇતિહાસની બીજી સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ બની ગઈ છે. આ યાદીમાં પ્રથમ સ્થાન પર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન Aaron Finch છે, જેણે 172 રનની ઇનિંગ રમી હતી. ઉપરાંત, એક ઇનિંગમાં 15 છક્કા ફટકારી હમજા ખાને T20Iમાં સૌથી વધુ છક્કા મારનાર ખેલાડીઓની યાદીમાં સંયુક્ત ચોથું સ્થાન મેળવ્યું છે.
288 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આઈવરી કોસ્ટની ટીમ રવાંડાના ઘાતક બોલિંગ આક્રમણ સામે સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ. આખી ટીમ માત્ર 17 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર છે. ખાસ વાત એ રહી કે આઈવરી કોસ્ટનો કોઈપણ બેટ્સમેન 5 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. રવાંડાએ આ મુકાબલો 271 રનના વિશાળ અંતરે જીતી વિશ્વ ક્રિકેટમાં સંસનાટી મચાવી દીધી.
𝐀𝐧 𝐢𝐧𝐧𝐢𝐧𝐠𝐬 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐫𝐞𝐜𝐨𝐫𝐝 𝐛𝐨𝐨𝐤𝐬 📚
Rwanda’s Hazma Khan had a special outing against Ivory Coast in the #T20WorldCup Africa Sub Regional Qualifier 👏
Read more ⬇️https://t.co/bRvYwKXlF0
— ICC (@ICC) May 24, 2026

