T-20

ચોથી T20 મેચ પહેલા પાકિસ્તાનને મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર

pic- mykhel

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી ટી20 સીરીઝની 3 મેચ રમાઈ છે. અત્યાર સુધીની મેચોમાં બંને ટીમો વચ્ચે સ્પર્ધા રહી છે. પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ બંને ટીમોએ એક-એક મેચ જીતી છે.

ચોથી T20 મેચ પહેલા પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાની ટીમનો એક અનુભવી ખેલાડી બાકીની બે મેચમાંથી બહાર થઈ ગયો છે. ખુદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. શ્રેણીના મહત્વના તબક્કે આ એક મોટો ફટકો છે.

પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન બહાર રહેશે. તેના સિવાય મોહમ્મદ ઈરફાન ખાન પણ બહાર છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બંને અંગે માહિતી આપી છે. પીસીબીએ તેમને બાકાત રાખવાનું કારણ પણ આપ્યું છે.

પીસીબીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે પીસીબી મેડિકલ પેનલને ગઈકાલે મોહમ્મદ રિઝવાન અને મોહમ્મદ ઈરફાન ખાનના રેડિયોલોજી રિપોર્ટ્સ મળ્યા હતા. અહેવાલોની સમીક્ષા કર્યા પછી અને પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા પછી, ન્યુઝીલેન્ડ સામે ગુરુવાર અને શનિવારની T20 મેચથી બંને ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને ખેલાડીઓ PCB મેડિકલ ટીમ સાથે રિહેબ કરશે. ખેલાડીઓની ઈજાએ પીસીબીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આઝમ ખાન પણ આ શ્રેણીમાં બહાર છે.

હવે આ શ્રેણીમાં માત્ર બે જ મેચ બાકી છે. આ બંનેમાં જે ટીમ જીતશે તે શ્રેણી પર કબજો કરશે. છેલ્લી બે મેચ લાહોરમાં રમાવાની છે. આ પહેલા મેચ રાવલપિંડીમાં રમાઈ હતી. પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

Exit mobile version