T-20

બોલિંગ બેટિંગ બંનેમાં ધમાકા! આફ્રિકાએ ભારતને પ્રથામ T20માં હરાવી

Pic- sportsstar the hindu

17 એપ્રિલ, 2026ના રોજ ડર્બનમાં રમાયેલા પ્રથમ T20 મુકાબલામાં દક્ષિણ આફ્રિકા મહિલા ટીમે ભારત મહિલા ટીમને 6 વિકેટે હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. આ મુકાબલાની હીરો રહી દક્ષિણ આફ્રિકાની કપ્તાન લૌરા વોલ્વાર્ડ.
158 રનના ટાર્ગેટનો પીછો કરતાં લૌરા વોલ્વાર્ડની શાનદાર 51 રનની ઇનિંગ રમી. તેણે માત્ર 39 બોલમાં 8 ચોગ્ગા સાથે આ ઇનિંગ બનાવી. તેની શાંતિપૂર્ણ અને સમજદારીભરી બેટિંગને કારણે દક્ષિણ આફ્રિકા આખી ઇનિંગ દરમિયાન મજબૂત સ્થિતિમાં રહ્યો.
મધ્યક્રમમાં એનીરી ડેર્કસને નાબાદ 44 રનની ઇનિંગ (34 બોલ) રમીને ટીમને જીત સુધી પહોંચાડી. વોલ્વાર્ડ્ટ અને ડર્કસન વચ્ચેની ભાગીદારી દક્ષિણ આફ્રિકાની જીત માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
ભારતનો સંઘર્ષપૂર્ણ સ્કોર:
પ્રથમ બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 157/7નો સ્કોર બનાવ્યો.
• હરમનપ્રીત કૌર– 47* રન
•શેફાલી વર્મા – 34 રન
•જેમિમા રોડ્રિક્સ – 36 રન
આ સારો સ્કોર હોવા છતાં, ભારત તેને ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યું. દક્ષિણ આફ્રિકાની તરફથી આયાબોંગા ખાકાએ 4 ઓવરમાં માત્ર 16 રન આપી 3 વિકેટ લીધી. તેને તેના આ પ્રદર્શન માટે ‘Player of the Match’ આપવામાં આવ્યો.
ભારતની બોલિંગમાં ઓછી અસર:
ભારત તરફથી શ્રેયંકા પાટિલે 2 વિકેટ લીધી, પરંતુ બાકી બોલરો તરફથી પૂરતું સપોર્ટ ન મળતા ટીમ મેચ જીતી શકી નહીં.

આ જીત સાથે દક્ષિણ આફ્રિકા મહિલા ટીમે 5 મેચની T20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. હવે ભારત માટે આગળના મેચોમાં જીતવું ખૂબ જ મહત્વનું બની ગયું છે.

Exit mobile version