T-20

જીત બાદ ગૂગલના CEO સુંદર પિચાઈએ પાકિસ્તાની ચાહકોના મોં બંધ કર્યા, જુઓ

T20 વર્લ્ડ કપના રાઉન્ડ-12 મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ઈફ્તિખાર અહમની અડધી સદી અને શાન મસૂદની અણનમ અડધી સદીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 160 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ આ સ્કોરનો પીછો કરતા 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવ્યા અને 4 વિકેટે મેચ જીતી લીધી.

ભારતની જીતનો હીરો કોહલી હતો, જેણે ટીમ માટે અણનમ 82 રનની ઇનિંગ રમી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં લગભગ એક લાખ દર્શકોની સામે બંને ટીમો રમી રહી હતી. સામાન્ય હોય કે ખાસ લોકો, દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓએ આ મેચની મજા માણી છે.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવાનું ચૂક્યા ન હતા. સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર દ્વારા ટ્વિટ કર્યું અને લખ્યું, ‘ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન. તેણે એમ પણ લખ્યું છે કે તેણે છેલ્લી ત્રણ ઓવર જોઈને દિવાળીનો તહેવાર ઉજવ્યો છે.

આ ટ્વિટ પર પાકિસ્તાનના એક ક્રિકેટ પ્રશંસકે સુંદર પિચાઈને કહ્યું, ‘તમે પણ પ્રથમ ત્રણ ઓવર જોઈ હશે.’ આ જવાબનો શાનદાર જવાબ આપતા પિચાઈએ કહ્યું, ‘હા મેં પહેલી ત્રણ ઓવર જોઈ, જેમાં અર્શદીપ અને ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરી.’

Exit mobile version