ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર Amelia Kerrએ ICC મહિલા T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અમેલિયા કેર હવે વિશ્વની નંબર-1 T20I ઓલરાઉન્ડર બની ગઈ છે. તેણે વેસ્ટ ઈન્ડિઝની દિગ્ગજ ખેલાડી Hayley Matthewsને પાછળ છોડી ટોચનું સ્થાન મેળવ્યું છે.
ICCની તાજી રેન્કિંગ અનુસાર અમેલિયા કેરે 508 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે હેલી મેથ્યુઝ 483 પોઈન્ટ સાથે બીજા ક્રમે સરકી ગઈ છે. મેથ્યુઝ ઓક્ટોબર 2023થી આ સ્થાન પર કાબિઝ હતી, પરંતુ કેરના શાનદાર પ્રદર્શનને કારણે હવે સિંહાસન બદલાઈ ગયું છે.
તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં અમેલિયા કેરે બેટ અને બોલ બંનેથી કમાલ બતાવ્યો હતો. ન્યૂઝીલેન્ડની કેપ્ટન તરીકે તેણે સતત મેચોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે ICC રેન્કિંગમાં તેને મોટો ફાયદો મળ્યો છે.
25 વર્ષીય અમેલિયા કેર છેલ્લા કેટલાક વર્ષોથી મહિલા ક્રિકેટની સૌથી સફળ ઓલરાઉન્ડરોમાં સામેલ છે. 2024 મહિલા T20 વર્લ્ડ કપમાં તેણે ન્યૂઝીલેન્ડને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ પણ જીત્યો હતો. ઉપરાંત તેને ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર અને મહિલા T20I ક્રિકેટર ઓફ ધ યર જેવા પ્રતિષ્ઠિત સન્માન પણ મળ્યા હતા.
આ નવી રેન્કિંગ સાથે અમેલિયા કેરે સાબિત કરી દીધું છે કે તે હાલમાં મહિલા ક્રિકેટની સૌથી પ્રભાવશાળી ઓલરાઉન્ડરોમાંની એક છે. આગામી મહિનાઓમાં તેની નજર આ સ્થાન જાળવી રાખવા અને ન્યૂઝીલેન્ડને વધુ સફળતા અપાવવા પર રહેશે.
𝐀𝐦𝐞𝐥𝐢𝐚 𝐊𝐞𝐫𝐫 𝐜𝐥𝐢𝐦𝐛𝐬 𝐭𝐨 𝐍𝐨. 𝟏 👑
She overtakes Hayley Matthews to become the world’s top-ranked T20I all-rounder ahead of the World Cup 👏#CricketTwitter pic.twitter.com/PCXDMX3VYo
— Female Cricket (@imfemalecricket) June 9, 2026

