મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ માટે સૌથી મોટા સવાલોમાંથી એક એલિસ પેરીની ફિટનેસ છે. જોકે હવે ટીમના મુખ્ય કોચ શેલી નિશ્કેએ ચાહકો માટે સારા સમાચાર આપ્યા છે. તેણે સંકેત આપ્યો છે કે પેરી સંપૂર્ણપણે ફિટ ન હોવા છતાં પણ ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં રમી શકે છે.
વેસ્ટ ઇન્ડિઝ સામેની સેમિફાઇનલ દરમિયાન એલિસ પેરીને ક્વાડમાં તકલીફ અનુભવાતા તેઓ નિવૃત્ત હર્ટ થઈને મેદાનની બહાર જવું પડ્યું હતું. ત્યારથી તેની ફિટનેસ અંગે અનેક અટકળો ચાલી રહી હતી. પરંતુ કોચ નિશ્કેએ જણાવ્યું કે વર્લ્ડ કપ ફાઇનલ જેવી મોટી મેચમાં ટીમ કેટલાક જોખમ લેવા માટે પણ તૈયાર છે. જો પેરી બેટિંગ, ફિલ્ડિંગ અને દોડવામાં યોગ્ય યોગદાન આપી શકે તેવી સ્થિતિમાં હશે તો તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે.
કોચે વધુમાં કહ્યું કે ટીમ હજુ પણ પેરીની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. સામાન્ય મેચની સરખામણીએ વર્લ્ડ કપ ફાઇનલમાં નિર્ણય લેવાનો દૃષ્ટિકોણ અલગ હોય છે અને ટીમ પોતાની સૌથી મજબૂત સંયોજન સાથે મેદાનમાં ઉતરવા માંગે છે. તેથી અંતિમ નિર્ણય મેચ પહેલા લેવામાં આવશે.
એલિસ પેરી આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા માટે શાનદાર ફોર્મમાં રહી છે અને ટીમની સૌથી વિશ્વસનીય બેટર્સમાંની એક સાબિત થઈ છે. તેના અનુભવ અને ઓલરાઉન્ડ ક્ષમતાને કારણે ફાઇનલમાં તેની હાજરી ઓસ્ટ્રેલિયા માટે મોટો ફાયદો બની શકે છે.
બીજી તરફ ઇંગ્લેન્ડે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખિતાબ માટે જંગ જામશે. આવી સ્થિતિમાં એલિસ પેરી રમે છે કે નહીં તેના પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે.
𝐀𝐮𝐬𝐭𝐫𝐚𝐥𝐢𝐚 𝐡𝐨𝐩𝐞𝐟𝐮𝐥 𝐨𝐯𝐞𝐫 𝐄𝐥𝐥𝐲𝐬𝐞 𝐏𝐞𝐫𝐫𝐲 🤞
Head coach Shelley Nitschke hints the all-rounder could play the final, even if not at 100% with her quad concern 👀 #CricketTwitter pic.twitter.com/QJeXqJ5Dmf
— Female Cricket (@imfemalecricket) July 2, 2026

