ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે શુક્રવારે ભારત સામેની આગામી T20 અને ODI શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. જોસ બટલર ઇયોન મોર્ગનની નિવૃત્તિ બાદ પ્રથમ વખત ફુલ ટાઈમ કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.
T20 માટે 14 ખેલાડીઓની ટીમ જાહેર કરવામાં આવી છે. ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ મેચ રમી રહેલા બેન સ્ટોક્સે જો રૂટ અને જોની બેયરસ્ટોને ટી-20 માટે આરામ આપ્યો છે.
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટનને હજુ પણ ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. સ્ટોક્સે માર્ચ 2021માં ઇંગ્લિશ ટીમ માટે છેલ્લી T20 રમી હતી.
આદિલ રાશિદ આ બંને શ્રેણીમાં રમતા જોવા મળશે નહીં કારણ કે તે ECBમાંથી રજા લઈને હજ યાત્રા પર ગયો છે.
ઈંગ્લેન્ડની ટી20 ટીમ – જોસ બટલર (સી), મોઈન અલી, હેરી બ્રુક, સેમ કુરાન, રિચાર્ડ ગ્લેસન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ટાઈમલ મિલ્સ, મેથ્યુ પાર્કિન્સન, જેસન રોય, ફિલ સોલ્ટ, રીસ ટોપલી, ડેવિડ વિલી

