મહિલા ક્રિકેટ જગતને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાની અનુભવી ફાસ્ટ બોલર Megan Schutt એ ટી20 વર્લ્ડ કપ 2026 પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. મેગન શટે સ્પષ્ટ કર્યું કે આવનાર ટી20 વર્લ્ડ કપ તેની કારકિર્દીનો છેલ્લો ICC ટૂર્નામેન્ટ રહેશે. તેના આ નિર્ણયથી ક્રિકેટ ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે તેઓ વિશ્વની સૌથી ખતરનાક મહિલા બોલરોમાં ગણાય છે.
મેગન શટે કહ્યું કે સતત ક્રિકેટ અને વ્યસ્ત શેડ્યૂલને કારણે હવે તેઓ લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું ચાલુ રાખી શકશે નહીં. તેણે જણાવ્યું કે ICC ટૂર્નામેન્ટ્સ વચ્ચે પણ સતત મેચો ચાલતી રહે છે, જેના કારણે ખેલાડીઓને આરામ માટે પૂરતો સમય મળતો નથી.
શટે વધુમાં કહ્યું, “હવે ટીમની જવાબદારી નવી પેઢીને સોંપવાનો સમય આવી ગયો છે. હું એવી ખેલાડી બનવા માગતી નથી જે સમયથી વધારે ટીમમાં રહીને યુવા ખેલાડીઓનો રસ્તો રોકે. હું હજુ પણ સંપૂર્ણ ફિટ છું, પરંતુ હવે ઓસ્ટ્રેલિયાને યુવા બોલરોની જરૂર છે.”
34 વર્ષની મેગન શટનો આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખૂબ જ શાનદાર રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 4 ટેસ્ટ, 111 વનડે અને 125 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે કુલ 309 આંતરરાષ્ટ્રીય વિકેટ નોંધાયેલા છે. વનડે ક્રિકેટમાં તેણે 148 વિકેટ ઝડપી છે, જ્યારે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 152 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે.
મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં ઓસ્ટ્રેલિયાની ટીમ 13 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે મૅન્ચેસ્ટરમાં રમાશે. તે પહેલાં ઓસ્ટ્રેલિયા કેટલીક વોર્મ-અપ મેચો પણ રમશે. મેગન શટનો અનુભવ ટીમ માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે, પરંતુ હવે તેના સંન્યાસ પછી ઓસ્ટ્રેલિયાને નવા બોલિંગ લીડરની શોધ રહેશે.
🚨 𝐌𝐞𝐠𝐚𝐧 𝐒𝐜𝐡𝐮𝐭𝐭 𝐜𝐨𝐧𝐟𝐢𝐫𝐦𝐬 𝐫𝐞𝐭𝐢𝐫𝐞𝐦𝐞𝐧𝐭 𝐟𝐫𝐨𝐦 𝐈𝐂𝐂 𝐭𝐨𝐮𝐫𝐧𝐚𝐦𝐞𝐧𝐭𝐬!
The 33-year-old has taken 309 wickets in 240 matches across formats for Australia 👏#CricketTwitter pic.twitter.com/h3oqTvJrmz
— Female Cricket (@imfemalecricket) May 25, 2026

