T-20

એમએસ ધોનીનો વર્લ્ડ રેકોર્ડ, આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકિપર બન્યો

ધોનીને પણ બેટિંગ કરવાની તક મળી પરંતુ તે કોઈ રન કર્યા વિના અણનમ પરત ફર્યો…

 

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2020 ની શરૂઆતમાં ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટે હરાવીને જીતની શરૂઆત કરી હતી. ફાફ ડુ પ્લેસિસ અને અંબાતી રાયડુએ ચેન્નાઈ તરફથી શાનદાર બેટિંગ કરી ટીમની નૈયા પાર કરાઈ.

કેપ્ટન ધોનીને પણ બેટિંગ કરવાની તક મળી પરંતુ તે કોઈ રન કર્યા વિના અણનમ પરત ફર્યો. આ મેચ ધોની માટે એકદમ સારી સાબિત થઈ હતી કારણ કે તે આઈપીએલ ઇતિહાસનો પહેલો ખેલાડી બન્યો છે જે તેની ટીમ સાથે 100 મેચ જીત્યો હતો. આ મેચ દરમિયાન ધોનીએ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે.

ધોની ક્રિકેટ ઇતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનમાંથી એક જ નહીં પરંતુ તેજસ્વી અને ચપળ વિકેટકીપર પણ છે. તેણે રોહિત શર્માના મુંબઈ ઈન્ડિયન્સ સામે આ પરાક્રમ કર્યું હતું, જે પહેલા ટી -20 ક્રિકેટ ઇતિહાસમાં કોઈ વિકેટકીપર કરી શક્યો નથી. આ મેચમાં એમએસ ધોનીએ મુંબઈના બે ખેલાડીઓને વિકેટ પાછળ પકડ્યા હતા. તેણે લુંગી એંગિડીના હાથે કિરોન પોલાર્ડ અને કૃણાલ પંડ્યાનો કેચ પકડ્યો અને ટી -20 ક્રિકેટમાં વિકેટકીપર તરીકે તેની 250 વિકેટ પૂરી કરી. તે હવે ટી 20 ફોર્મેટમાં વિકેટકીપર તરીકે 250 વિકેટ મેળવનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બની ગયો છે.

મહત્વનું છે કે, ધોની 15 મહિના પછી ક્રિકેટ મેદાન પર પાછો ફર્યો છે. આ પહેલા ધોની વર્લ્ડ કપ 2019 ની સેમિફાઇનલમાં ક્રિકેટના મેદાન પર દેખાયો હતો.

Exit mobile version