T-20

મહિલા T20 વર્લ્ડ કપમાં રનની રાણી સુઝી બેટ્સ

ICC મહિલા T20 વર્લ્ડ કપ વર્ષોથી વિશ્વ મહિલા ક્રિકેટ માટે સૌથી મોટી ટૂર્નામેન્ટ બની ગઈ છે. આ ટૂર્નામેન્ટમાં અનેક દિગ્ગજ બેટર્સે પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે અને મોટા રન બનાવ્યા છે. અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડની દિગ્ગજ બેટર Suzie Batesના નામે છે.

સુઝી બેટ્સે 2009થી 2024 દરમિયાન રમાયેલા મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 42 મેચમાં 1216 રન બનાવ્યા છે. તેની સર્વોચ્ચ ઇનિંગ 94* રનની રહી છે. સતત સારું પ્રદર્શન અને લાંબા સમય સુધી ટીમ માટે રમવાના કારણે તેઓ આ યાદીમાં સૌથી આગળ છે.

આ યાદીમાં બીજા સ્થાને વેસ્ટ ઇન્ડિઝની અનુભવી ઓલરાઉન્ડર Stafanie Taylor છે. સ્ટેફાની ટેલરે 35 મેચમાં 1014 રન બનાવ્યા છે. તેની સરેરાશ પણ ખૂબ જ પ્રભાવશાળી રહી છે. ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાની આક્રમક વિકેટકીપર-બેટર Alyssa Healy છે, જેણે 1008 રન નોંધાવ્યા છે.

ઓસ્ટ્રેલિયાની પૂર્વ કેપ્ટન Meg Lanning 992 રન સાથે ચોથા ક્રમે છે, જ્યારે ન્યૂઝીલેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર Sophie Devine 785 રન સાથે પાંચમા સ્થાને છે.

ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી Harmanpreet Kaur છે. હરમનપ્રીતે મહિલા T20 વર્લ્ડ કપમાં 726 રન બનાવ્યા છે અને તેઓ ટોપ-10 યાદીમાં સ્થાન ધરાવે છે. આગામી 2026 મહિલા T20 વર્લ્ડ કપમાં અનેક ખેલાડીઓ નવા રેકોર્ડ બનાવવાની તક શોધશે.

Exit mobile version