T-20

વરસાદે ડેકોકની ઈનિંગ્સ પર પાણી ફેરવ્યું, દક્ષિણ આફ્રિકા-ઝિમ્બાબ્વે મેચ રદ

T20 વર્લ્ડ કપ 2022માં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચનું પરિણામ સોમાવરને મળ્યું ન હતું. ઘણી વખત વરસાદના વિક્ષેપને કારણે મેચ પૂર્ણ થઈ શકી ન હતી. ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, ત્યાર બાદ વરસાદ શરૂ થયો.

આવી સ્થિતિમાં મેચ 9-9 ઓવરની કરી દેવામાં આવી હતી. ઝિમ્બાબ્વેએ 9 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 79 રન ઉમેર્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ક્વિન્ટન ડી કોકે સાઉથ આફ્રિકાને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે પ્રથમ ઓવરમાં 23 રન બનાવ્યા હતા.

પરંતુ બીજી ઓવરમાં ફરી વરસાદ આવ્યો. આ પછી દક્ષિણ આફ્રિકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 7 ઓવરમાં 64 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જો કે, ત્રીજી ઓવરના અંતે વરસાદે ફરીથી દસ્તક આપી હતી, જે બાદ મેચ રદ્દ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાએ 3 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 51 રન બનાવ્યા હતા.

ડી કોકે 18 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 47* રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ટેમ્બા બાવુમાએ 2 બોલમાં 2* રન બનાવ્યા. આ પહેલા ઝિમ્બાબ્વે તરફથી વેસ્લી માધવેરે (18 બોલમાં અણનમ 35 રન) અને મિલ્ટન શુમ્બા (19 બોલમાં 19 રન)એ શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી.

Exit mobile version