T-20

વર્લ્ડ કપ હીરો સંજુ સેમસન પર રવિ શાસ્ત્રીનો મોટો દાવ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ હેડ કોચ અને દિગ્ગજ ક્રિકેટર Ravi Shastriએ ટીમ ઇન્ડિયાના આગામી T20 કેપ્ટન અંગે મોટું નિવેદન આપ્યું છે. છેલ્લા કેટલાક સમયથી Suryakumar Yadavની કેપ્ટન્સીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને નવા કેપ્ટન તરીકે Hardik Pandya, Shreyas Iyer અને Sanju Samsonના નામ સામે આવી રહ્યા છે. આ દરમિયાન રવિ શાસ્ત્રીએ સંજુ સેમસનને ભવિષ્યનો મજબૂત કેપ્ટન ગણાવ્યો છે.

ICC રિવ્યૂ પર વાત કરતાં શાસ્ત્રીએ કહ્યું કે સંજુ સેમસને છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની રમત અને પરિપક્વતા દ્વારા દરેક સવાલનો જવાબ આપી દીધો છે. તેના અનુસાર સંજુ પાસે શાંત સ્વભાવ, દબાણમાં નિર્ણય લેવાની ક્ષમતા અને ટીમને સાથે રાખવાની કુશળતા છે, જે એક સફળ કેપ્ટન માટે ખૂબ જ જરૂરી ગુણો છે.

શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે સંજુએ IPLમાં Rajasthan Royalsની સફળતાપૂર્વક કેપ્ટન્સી કરી છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાની બેટિંગથી સતત પ્રભાવ પાડ્યો છે. ખાસ કરીને T20 વર્લ્ડ કપ 2026માં સંજુએ ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ જેવી મહત્વપૂર્ણ મેચોમાં તેની જવાબદાર ઇનિંગ્સ ભારતને ચેમ્પિયન બનાવવા માટે નિર્ણાયક સાબિત થઈ હતી.

જોકે હાલમાં BCCI હજુ પણ સૂર્યકુમાર યાદવ પર વિશ્વાસ જાળવી રાખવા માગે છે. તેની કેપ્ટન્સીમાં ભારતે અત્યાર સુધી એક પણ T20 સિરીઝ અથવા મોટો ટૂર્નામેન્ટ હાર્યો નથી. છતાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંજુ સેમસનનું નામ હવે ગંભીરતાથી ચર્ચામાં આવી રહ્યું છે.

Exit mobile version