T-20

રોહિતે તોડ્યો ગુપ્ટિલનો રેકોર્ડ, T20I માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં આરામ કર્યા બાદ ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા પાંચ મેચની ટી-20 શ્રેણી માટે પરત ફર્યો છે.

રોહિત શર્માએ આ T20 સિરીઝની પહેલી જ મેચ ખૂબ જ યાદગાર બનાવી અને 21 રન સાથે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો. થોડા દિવસો પહેલા ન્યુઝીલેન્ડના ઓપનર બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે રોહિત શર્માનો ટી20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો, પરંતુ તેનો રેકોર્ડ બે દિવસ પણ ટકી શક્યો ન હતો અને હવે રોહિત શર્મા તેનાથી આગળ નીકળી ગયો છે.

T20I માં સૌથી વધુ રન બનાવનાર ટોચના 3 બેટ્સમેન:

રોહિત શર્મા – 129 મેચ – 3443 રન

માર્ટિન ગુપ્ટિલ – 116 મેચ – 3399 રન

વિરાટ કોહલી – 99 મેચ – 3308 રન

આ મેચમાં રોહિત શર્માએ 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને આ દરમિયાન તેણે 2 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. રોહિત શર્માની આ ઇનિંગ બાદ રોહિત શર્માએ વિરાટ કોહલીની બરાબરી કરી લીધી હતી. રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં છઠ્ઠી વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા. આ પહેલા વિરાટ કોહલી પણ આ ટીમ સામે છ વખત આવું કરી ચુક્યો છે.

Exit mobile version