T-20

કોહલીને પાછળ છોડી રોહિત શર્મા ભારતનો બીજો સૌથી સફળ T20I કેપ્ટન બન્યો

રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. રોહિતની કપ્તાની હેઠળ, ભારતે રવિવારે ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચની T20I શ્રેણીમાં 2-1થી હરાવીને શ્રેણી જીતી લીધી હતી.

પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમે આગામી બે મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. ભારતની આ છઠ્ઠી T20I શ્રેણી જીત છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ રોહિતની કેપ્ટન્સીમાં પાંચ જીત મેળવી છે. હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયાની હાર સાથે, રોહિત હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. એક કેપ્ટન તરીકે T20I મેચમાં રોહિતની આ 33મી જીત છે અને હવે તેણે ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાના મામલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.

ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીએ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેની કપ્તાની હેઠળ ભારત માટે 42 મેચ જીતી છે.

T20I માં ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ જીત

એમએસ ધોની – 72 મેચમાં 42 જીત

રોહિત શર્મા – 42 મેચમાં 33 જીત

વિરાટ કોહલી – 50 મેચમાં 32 જીત

Exit mobile version