ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી બીજી ટી20 મેચ પહેલાં ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર એક અનોખો વિશ્વ રેકોર્ડ બનાવવાની નજીક પહોંચી ગયા છે. મેચની પ્રથમ બોલ ફેંકાય તે પહેલાં જ અય્યર પાસે 88 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક છે. જો બીજી ટી20માં પણ ટોસ તેના પક્ષમાં જશે, તો તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં કેપ્ટન તરીકે પોતાની પ્રથમ નવ મેચમાં સતત નવ ટોસ જીતનાર પ્રથમ ખેલાડી બની જશે.
શ્રેયસ અય્યરે અત્યાર સુધી ભારતના કેપ્ટન તરીકે રમેલી પ્રથમ આઠ આંતરરાષ્ટ્રીય મેચોમાં દરેક વખત ટોસ જીત્યો છે. આ સાથે તેણે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો સતત ટોસ જીતવાનો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે. હવે તેની નજર વિશ્વ ક્રિકેટના સૌથી જૂના રેકોર્ડ પર છે.
આ રેકોર્ડ હાલમાં ઇંગ્લેન્ડના દિગ્ગજ કેપ્ટન વોલી હેમન્ડના નામે છે. હેમન્ડે લગભગ 88 વર્ષ પહેલાં પોતાની કેપ્ટનશિપની શરૂઆતની આઠ મેચોમાં સતત ટોસ જીત્યા હતા. શ્રેયસ અય્યરે આ સિદ્ધિની બરાબરી કરી લીધી છે અને હવે વધુ એક ટોસ જીતતાં તેઓ આ ઐતિહાસિક રેકોર્ડને પાછળ છોડી દેશે.
બીજી તરફ ભારત માટે આ મેચ શ્રેણી જીતવાના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હરારેમાં રમાયેલી પ્રથમ ટી20માં ભારતે ઝિમ્બાબ્વેને સાત વિકેટે હરાવી શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી હતી. આ જીત સાથે શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ ભારતે તાજેતરની નિરાશાજનક શ્રેણી બાદ જોરદાર વાપસી કરી હતી. હવે બીજી ટી20માં ટીમ ઈન્ડિયાની નજર શ્રેણી પોતાના નામે કરવા સાથે અય્યરના ઐતિહાસિક રેકોર્ડ પર પણ રહેશે. જો નસીબ ફરી એકવાર ટોસ સમયે તેનો સાથ આપશે, તો શ્રેયસ અય્યર વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દેશે.
Shreyas Iyer etched his name into the record books after breaking an MS Dhoni captaincy record and becoming the first skipper in 87 years to achieve the historic milestone. The India captain reached the landmark during the opening T20I against Zimbabwe.
Read Here:… pic.twitter.com/ZvFg6EaFxE
— DNA (@dna) July 23, 2026

