ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) દ્વારા એશિયન ગેમ્સ 2026 તેમજ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૌથી મોટો નિર્ણય શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવાનો રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેની નેતૃત્વ ક્ષમતા અને સતત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ આ મહત્વપૂર્ણ જવાબદારી તેના ખભા પર મૂકી છે.
શ્રેયસ અય્યરે IPLમાં વિવિધ ટીમોનું સફળ નેતૃત્વ કર્યું છે અને તેની કેપ્ટનશિપ હેઠળ ટીમોએ નોંધપાત્ર સફળતા મેળવી છે. આ જ કારણસર તેને ભારતીય T20 ટીમના નવા નેતા તરીકે જોવામાં આવી રહ્યા હતા. બીજી તરફ, સૂર્યકુમાર યાદવની ખરાબ ફોર્મ અને ફિટનેસ અંગેની ચિંતાઓ વચ્ચે આ બદલાવ કરવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
આ જાહેરાતનું સૌથી ખાસ આકર્ષણ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી રહ્યા. IPL 2026માં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચનાર આ યુવા ઓપનરને પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. વૈભવે IPLમાં રન અને સિક્સરોનો વરસાદ વરસાવી પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા અને હવે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે.
એશિયન ગેમ્સમાં ભારત પોતાના ગોલ્ડ મેડલનો બચાવ કરવા ઉતરશે, જ્યારે ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ આગામી T20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર અને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓ પર તમામની નજર રહેશે.
આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ જકરાવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, યશદીપ સિંહ.
એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ જકરાવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ
Here’s a look at #TeamIndia‘s squad for the Asian Games 2026 in Japan this September 👏#AsianGames pic.twitter.com/euMfmhWEcN
— BCCI (@BCCI) June 6, 2026

