T-20

T20 WC: 25 વર્ષ બાદ પેટ કમિન્સે સતત બીજી હેટ્રિક લઈને ઇતિહાસ રચ્યો!

pic- rediff

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે સતત બીજી હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો હતો. પેટ કમિન્સ T20 વર્લ્ડ કપમાં સતત બે હેટ્રિક કરનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. કમિન્સે અફઘાનિસ્તાન સામેની સુપર-8 મેચમાં આ કારનામું કર્યું હતું. આ પહેલા કમિન્સે બાંગ્લાદેશ સામે પણ હેટ્રિક ફટકારી હતી.

કમિન્સે 18મી ઓવરના છેલ્લા બોલ પર રાશિદ ખાનને આઉટ કર્યો હતો. આ પછી, 20મી ઓવરના પ્રથમ બે બોલ પર કરીમ જનાત અને ગુલબદ્દીન નાયબની વિકેટો લેવામાં આવી હતી. કમિન્સે ઇનિંગ્સના વિરામમાં કહ્યું, “ઓસ્ટ્રેલિયા માટે સોથી વધુ મેચ રમ્યા પછી સતત બે હેટ્રિક લેવી તે સોભાગ્ય છે.” બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં પણ કમિન્સે મહમુદુલ્લાહ, મેહદી હસન અને તૌહીદ હ્રદયને ઝડપી લીધા હતા. 18મી અને 20મી ઓવરમાં વિકેટ લીધી હતી.

પેટ કમિન્સ સતત બે હેટ્રિક લેનાર વિશ્વનો ત્રીજો બોલર છે. આ પહેલા પાકિસ્તાનના વસીમ અકરમ અને ઓસ્ટ્રેલિયાના જીમી મેથ્યુસે એક જ ટેસ્ટ મેચમાં 2 હેટ્રિક લેવાની સિદ્ધિ મેળવી હતી.

વસીમ અકરમ વિરુદ્ધ શ્રીલંકા (ટેસ્ટ, 1999)
પેટ કમિન્સ વિ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન (T20 વર્લ્ડ કપ 2024)
ઑસ્ટ્રેલિયાના જિમી મેથ્યુઝે 1912માં ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે સાઉથ આફ્રિકા સામેની એક જ ટેસ્ટમાં બે હેટ્રિક લીધી હતી.

Exit mobile version