T-20

મહિલા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટર્સ

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારા ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત પહેલા ટૂર્નામેન્ટના ઇતિહાસ પર નજર કરીએ તો અનેક દિગ્ગજ બેટર્સે પોતાના બેટથી અમિટ છાપ છોડી છે. મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડની અનુભવી ઓપનર Suzie Batesના નામે છે. તેણે 42 મેચોમાં 1216 રન બનાવ્યા છે, જેમાં આઠ અર્ધસદીનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે 2009થી ટૂર્નામેન્ટ રમતી બેટ્સ માટે આ છેલ્લો T20 વર્લ્ડ કપ હશે.

આ યાદીમાં બીજા ક્રમે વેસ્ટ ઈન્ડિઝની Stafanie Taylor છે. ટેલરે 35 મેચોમાં 1014 રન નોંધાવ્યા છે અને છ અર્ધસદી ફટકારી છે. તેની સતત પ્રદર્શન ક્ષમતાએ તેને મહિલા ક્રિકેટની મહાન ખેલાડીઓમાં સ્થાન અપાવ્યું છે.

ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર-બેટર Alyssa Healy છે, જેણે 39 ઇનિંગ્સમાં 1008 રન બનાવ્યા છે. હીલીનો સ્ટ્રાઈક રેટ 129.39 રહ્યો છે, જે ટોપ-5 બેટર્સમાં સૌથી વધુ છે. જોકે, તેઓ આ વર્ષની ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી નથી.

ચોથા ક્રમે ઓસ્ટ્રેલિયાની પૂર્વ કેપ્ટન Meg Lanning છે. લેનિંગે 32 ઇનિંગ્સમાં 992 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ચાર અર્ધસદી સામેલ છે. મહિલા T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ (126 રન) રમવાનો રેકોર્ડ પણ તેના નામે છે.

પાંચમા સ્થાને ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડર Sophie Devine છે. તેણે 37 મેચોમાં 785 રન બનાવ્યા છે. બેટ્સની જેમ ડિવાઇન માટે પણ આ છેલ્લો T20 વર્લ્ડ કપ રહેશે, જેના કારણે ચાહકો માટે આ ટૂર્નામેન્ટ વધુ ખાસ બની ગઈ છે.

Exit mobile version