ભારતીય ક્રિકેટ ટીમનો આ મહિનાના અંતમાં યોજાનારો આયરલેન્ડ પ્રવાસ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર આયરલેન્ડના બેલફાસ્ટ શહેરમાં તાજેતરમાં થયેલી હિંસક ઘટનાઓ અને સામાજિક અશાંતિને કારણે ભારત-આયરલેન્ડ વચ્ચેની ટી20 શ્રેણી યોજાશે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. જોકે, ક્રિકેટ આયરલેન્ડે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને ખેલાડીઓ તેમજ દર્શકોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે.
અહેવાલો મુજબ, બેલફાસ્ટમાં થયેલા હિંસક પ્રદર્શનો બાદ અનેક વિસ્તારોમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. કેટલાક વિસ્તારોમાં વાહનો અને ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેના કારણે સ્થાનિક પ્રશાસન અને રમતગમત સંસ્થાઓ સતર્ક બની ગઈ છે. આ પરિસ્થિતિની અસર સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટ્સ પર પણ પડી છે અને કેટલીક મેચો મુલતવી રાખવામાં આવી છે.
ક્રિકેટ આયરલેન્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે. બોર્ડે કહ્યું કે ખેલાડીઓ, કોચ, અધિકારીઓ અને સમર્થકોની સુરક્ષા સર્વોચ્ચ છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી નિર્ણય લેવામાં આવશે.
બીજી તરફ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ સમગ્ર મામલાની નજીકથી દેખરેખ રાખી રહ્યું છે. જો બેલફાસ્ટની સ્થિતિમાં સુધારો નહીં થાય તો મેચોના સ્થળમાં ફેરફાર કરવાની શક્યતા પણ ચર્ચામાં હોવાનું કહેવાય છે. જોકે, હજુ સુધી પ્રવાસ રદ કરવાનો કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે ભારત અને આયરલેન્ડ વચ્ચે બે ટી20 મેચોની શ્રેણી 26 અને 28 જૂને બેલફાસ્ટમાં રમાવાની છે. ક્રિકેટપ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે પરિસ્થિતિ જલ્દી સામાન્ય બનશે અને શ્રેણી નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે.
Cricket Ireland is continuing to monitor the situation in areas currently experiencing community unrest and will make a decision within the next 48 hours regarding this Sunday’s Irish Senior Cup and National Cup fixtures.
We remain in close consultation with the relevant… pic.twitter.com/WD1v5JuaX2
— Cricket Ireland (@cricketireland) June 11, 2026

