ઝિમ્બાબ્વેએ નામિબિયા અને દક્ષિણ આફ્રિકા સામે રમાનારી T20I ટ્રાઈ-સિરીઝ માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ ટીમની સૌથી મોટી ખાસિયત અનુભવી લેગ સ્પિનર ગ્રેમ ક્રેમરની વાપસી છે. ઈજામાંથી સાજા થયા બાદ ક્રેમરને ફરી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે.
આ ટ્રાઈ-સિરીઝનું આયોજન નામિબિયાની રાજધાની વિન્ડહોકમાં 28 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી થશે. ઝિમ્બાબ્વેની ટીમનું નેતૃત્વ સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝા કરશે. ટીમમાં બ્રાયન બેનેટ, રેયાન બર્લ, વેસ્લી માધેવેરે, બ્લેસિંગ મુઝરબાની અને ટેડિવાનાશે મરુમાની જેવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગ્રેમ ક્રેમર અગાઉ ડાબા હાથની ઈજાના કારણે બાંગ્લાદેશ અને ભારત સામેની ઘરઆંગણે રમાયેલી T20I સિરીઝમાં ટીમનો ભાગ બની શક્યા નહોતા. હવે તેમની વાપસીથી ઝિમ્બાબ્વેના સ્પિન વિભાગને મજબૂતી મળવાની આશા છે. આ ઉપરાંત અનકેપ્ડ ઝડપી બોલર કુંડાઈ માતિગિમુને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
જોકે ઝિમ્બાબ્વેને કેટલાક ખેલાડીઓની ઈજાના કારણે નુકસાન થયું છે. ઝડપી બોલર રિચર્ડ નગારાવા પીઠની ઈજામાંથી સાજા થઈ રહ્યા હોવાથી પસંદગી માટે ઉપલબ્ધ નથી. જ્યારે તનાકા ચિવાંગા એચિલિસની ઈજાને કારણે સર્જરી કરાવી ચૂક્યા છે અને તેઓ પણ ટીમમાં નથી. બંને ખેલાડીઓની રિકવરી પર ઝિમ્બાબ્વે ક્રિકેટની મેડિકલ ટીમ નજર રાખી રહી છે.
ઝિમ્બાબ્વે 28 ઓગસ્ટે દક્ષિણ આફ્રિકા સામે પોતાની પ્રથમ મેચ રમશે, ત્યારબાદ 31 ઓગસ્ટે નામિબિયા સામે ટકરાશે. ત્રણેય ટીમો એકબીજા સામે બે-બે મેચ રમશે અને લીગ તબક્કા બાદ ટોચની બે ટીમો 6 સપ્ટેમ્બરે ફાઈનલમાં સામસામે આવશે.
ઝિમ્બાબ્વેની ટીમ: સિકંદર રઝા (કપ્તાન), બ્રાયન બેનેટ, રેયાન બર્લ, ગ્રેમ ક્રેમર, બેન કરન, બ્રેડ ઈવાન્સ, ઈનોસન્ટ કાયા, વેસ્લી માધેવેરે, ટેડિવાનાશે મરુમાની, વેલિંગ્ટન મસાકાદ્ઝા, કુંડાઈ માતિગિમુ, બ્લેસિંગ મુઝરબાની, ડિયોન માયર્સ, ન્યૂમેન ન્યામહુરી અને તફાદ્ઝવા ત્સિગા.
ट्राई सीरीज के लिए जिम्बाब्वे ने किया टीम का ऐलान, अनुभवी स्पिनर की 5 महीने बाद T20I टीम में वापसीhttps://t.co/zdMRtIypje
— India TV (@indiatvnews) August 25, 2026
