લીડ્સમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ એકબીજા સામે આવી રહ્યા છે. આ મેચમાં ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે શાનદાર સદીની ઇનિંગ રમી. તેણે ૧૩૪ રનની ઇનિંગ રમી. આ ઇનિંગ સાથે તેણે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ઋષભ પંતે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની બરાબરી કરી છે.
૧. રાહુલ દ્રવિડ:
ભારતનો દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડ ઇંગ્લેન્ડમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન છે, દ્રવિડના નામે ઇંગ્લેન્ડમાં છ સદી છે.
૨. સચિન તેંડુલકર:
ભારતના મહાન બેટ્સમેન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું નામ આ યાદીમાં બીજા નંબરે છે. સચિન તેંડુલકરે ઇંગ્લેન્ડમાં ચાર સદી ફટકારી છે.
૩. દિલીપ વેંગસરકર:
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ વેંગસરકરનું નામ આ યાદીમાં ત્રીજા નંબરે છે. દિલીપ વેંગસરકરે ઈંગ્લેન્ડમાં ચાર સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
૪. સૌરવ ગાંગુલી:
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ આ યાદીમાં ચોથા નંબરે છે. સૌરવ ગાંગુલી એ ઈંગ્લેન્ડમાં કુલ ત્રણ સદી ફટકારી છે.
૫. ઋષભ પંત:
ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ઋષભ પંતે સૌરવ ગાંગુલીની બરાબરી કરી છે. તેણે ઈંગ્લેન્ડમાં પણ ત્રણ સદી ફટકારી છે.