ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ ગાબા ટેસ્ટમાં સદી ફટકારી હતી. સ્ટીવ સ્મિથની ટેસ્ટ કારકિર્દીની આ 33મી સદી છે. આ સાથે સ્ટીવ સ્મિથે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર વિદેશી બેટ્સમેનોની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે.
સ્ટીવ સ્મિથ:
સ્ટીવ સ્મિથનું નામ આ યાદીમાં પહેલા નંબર પર છે. સ્ટીવ સ્મિથે ભારત સામે 41 ઇનિંગ્સમાં 10 સદી ફટકારી છે. સ્ટીવ સ્મિથે ભારત વિરૂદ્ધ 22 ટેસ્ટ મેચોની 41 ઇનિંગ્સમાં 2162 રન બનાવ્યા છે.
જો રૂટ:
આ યાદીમાં બીજા નંબર પર ઈંગ્લેન્ડના જો રૂટનું નામ છે. જો રૂટે ભારત સામે 55 ઇનિંગ્સમાં 10 સદી ફટકારી છે. જો રૂટે ભારત સામે 30 મેચની 55 ઇનિંગ્સમાં 2846 રન બનાવ્યા છે
ગેરી સોબર્સ:
આ યાદીમાં ત્રીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝના ગેરી સોબર્સનું નામ છે. ગેરી સોબર્સે ભારત સામે 30 ઇનિંગ્સમાં 08 સદી ફટકારી છે. ગેરી સોબર્સના નામે ભારત વિરૂદ્ધ 18 મેચની 30 ઇનિંગ્સમાં 1920 રન છે.
વિવ રિચાર્ડ્સ:
આ યાદીમાં ચોથા નંબર પર વેસ્ટ ઈન્ડિઝના વિવ રિચર્ડ્સ છે. વિવ રિચર્ડ્સે ભારત સામે 41 ઇનિંગ્સમાં 08 સદી ફટકારી હતી. વિવ રિચર્ડ્સે ભારત સામે 28 મેચની 41 ઇનિંગ્સમાં 1927 રન બનાવ્યા છે.
રિકી પોન્ટિંગ
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનું નામ પાંચમા નંબર પર છે. રિકી પોન્ટિંગે ભારત સામે 51 ઇનિંગ્સમાં 08 સદી ફટકારી છે. રિકી પોન્ટિંગના નામે ભારત વિરૂદ્ધ 29 મેચની 51 ઇનિંગ્સમાં 2555 રન છે.