IPL 2023 (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ચાલી રહી છે. હવે આ મોટી ટૂર્નામેન્ટ તેના છેલ્લા તબક્કામાં છે, આ મહિને IPLની ફાઈનલ રમાશે. એવામાં BCCI સેક્રેટરી જય શાહ IPL વચ્ચે વૈષ્ણો દેવી મંદિર પહોંચ્યા હતા.
BCCI સેક્રેટરી જય શાહ IPLની મોટાભાગની મેચો માટે સ્ટેડિયમમાં જોવા મળે છે. જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ પણ છે. આ ટુર્નામેન્ટની યજમાની અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાનો છે. વાસ્તવમાં એશિયા કપ પાકિસ્તાનની બહાર શિફ્ટ કરવામાં આવી રહ્યો છે.
BCCI સેક્રેટરી જય શાહે બુધવારે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓ સાથે JKCAની કામગીરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય બાબતોની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી.
कटरा से मां वैष्णोदेवी के दर्शन के लिए रवाना हुए BCCI सचिव जय शाह#JaiShah #VaishnoDevi pic.twitter.com/ab5g40gOFo
— News24 (@news24tvchannel) May 9, 2023