Royal Challengers Bengaluru સામે Gujarat Titansને માત્ર ભારે હાર જ નહીં, પરંતુ એક ખૂબ જ દુર્લભ અને અજીબ ઘટના પણ જોવા મળી. ગુજરાત ટાઇટન્સના સ્ટાર ઓપનર Sai Sudharsan અનોખી રીતે ‘હિટ વિકેટ’ આઉટ થતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.
મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સ 255 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરી રહી હતી. ઇનિંગના ત્રીજા ઓવરમાં RCBના બોલર જેકબ ડફીની બોલિંગ સામે સાઈ સુદર્શને જોરદાર કટ શોટ રમ્યો. બોલ તો બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો, પરંતુ શોટ રમતી વખતે તેનો બેટ હાથમાંથી છૂટી ગયો અને સીધો સ્ટમ્પ્સ સાથે અથડાતા બેલ્સ નીચે પડી ગઈ. આ રીતે અંપાયરે તેને હિટ વિકેટ આઉટ જાહેર કર્યા.
સાઈ સુદર્શન માત્ર 14 રન બનાવી શક્યા હતા, પરંતુ તેની આ વિકેટ મેચનું સૌથી ચર્ચાસ્પદ પળ બની ગઈ. રિપોર્ટ મુજબ, IPL ઇતિહાસમાં તેઓ પ્રથમ એવા ખેલાડી બન્યા છે જે બે વખત હિટ વિકેટ આઉટ થયા છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેને IPLના સૌથી અનલકી ડિસ્મિસલ્સમાંથી એક ગણાવી રહ્યા છે. બીજી તરફ મેચમાં RCBએ શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત ટાઇટન્સને 92 રને હરાવ્યું અને સતત બીજી વખત IPL ફાઇનલમાં સ્થાન બનાવ્યું.
Sai Sudharsan with a heartbreaking hit-wicket dismissal. 💔
Sai Sudharsan looks completely disappointed — just look at his reaction.#RCBvsGT #SaiSudharshan pic.twitter.com/zI4et8CQb1
— Faruk (@uf2151593) May 26, 2026

