IPL

RCB સામેની હાર બાદ ગ્લેન ફિલિપ્સનો ગુસ્સો ફૂટ્યો

[2:50 pm, 27/05/2026] Prince Zala: Royal Challengers Bengaluru સામે મળેલી કરારી હાર બાદ Gujarat Titans પર સતત સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં રમાયેલા આ મુકાબલામાં RCBએ પ્રથમ બેટિંગ કરતાં 254 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમ માત્ર 162 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ટીમને 92 રનની શરમજનક હાર સહન કરવી પડી હતી.

મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક રસપ્રદ ઘટના બની. ટીમ મેનેજમેન્ટે કેપ્ટન Shubman Gillની જગ્યાએ Glenn Phillipsને મીડિયા સામે મોકલ્યો હતો. ત્યારે એક પત્રકારે પૂછ્યું કે શું 254 રનના વિશાળ લક્ષ્યને જોઈને ટીમ માનસિક રીતે પહેલાથી જ દબાણમાં આવી ગઈ હતી? આ સવાલ સાંભળતા જ ફિલિપ્સનો ગુસ્સો ફાટી નીકળ્યો.

ફિલિપ્સે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે “આ ખૂબ જ ખરાબ સવાલ છે. કોઈપણ પ્રોફેશનલ ટીમ મેદાન પર હાર માનવાની માનસિકતા સાથે ઉતરતી નથી.” તેણે વધુમાં ઉમેર્યું કે 250થી વધુ રનનો પીછો કરવો સરળ નથી અને તેમાં દરેક ખેલાડીએ સંપૂર્ણ પ્રદર્શન આપવું જરૂરી બને છે.

જોકે ફિલિપ્સના આ જવાબ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા ફેન્સનું માનવું છે કે ગુજરાતની બેટિંગ લાઇનઅપ ભારે દબાણ હેઠળ સંપૂર્ણપણે તૂટી પડી હતી. ટીમના આઠ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા નહોતા, જે ટીમની નબળી માનસિકતા દર્શાવે છે.

હવે ગુજરાત ટાઇટન્સ પાસે ફાઇનલમાં પહોંચવા માટે માત્ર એક છેલ્લો મોકો બચ્યો છે અને ટીમે આગામી મેચમાં મજબૂત વાપસી કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

Exit mobile version