ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને વર્તમાન કોમેન્ટેટર સંજય માંજરેકર ક્રિકેટ જગતમાં તેના સ્પષ્ટ મંતવ્ય માટે જાણીતો છે. એક નિવેદનમાં સંજય માંજરેકરે જણાવ્યું હતું કે, તેણે ક્યારેય અશ્વિન જેવા બોલરને પોતાની ટી-20 ટીમમાં સામેલ કર્યો નથી. તે અશ્વિનને બદલે પોતાની ટીમમાં વિકેટ લેનારાઓને સામેલ કરવા ઈચ્છશે.
માંજરેકરે કહ્યું કે અમે અશ્વિન વિશે ઘણી વાતો કરી છે. અશ્વિન ટી 20 બોલર તરીકે ટીમમાં જોડાઈ શકતો નથી. જો તમને લાગે કે અશ્વિન પરિવર્તન ઈચ્છે છે, તો મને નથી લાગતું કે આવું કંઈ થવાનું છે કારણ કે તે છેલ્લા 5-7 વર્ષથી આ રીતે છે. હું સમજી શકું છું કે અમે અશ્વિન સાથે ટેસ્ટ મેચમાં રહ્યા છીએ જ્યાં તે તેજસ્વી છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં તેની એક પણ ટેસ્ટ મેચ ન રમવી એ કમનસીબ હતો. પરંતુ જ્યારે આઈપીએલ અને ટી-20 ક્રિકેટની વાત આવે છે ત્યારે અશ્વિન પર આટલો સમય પસાર કરવો યોગ્ય નથી.
માંજરેકરે આગળ કહ્યું કે મને લાગે છે કે અશ્વિને છેલ્લા પાંચ વર્ષમાં આપણને બતાવ્યું છે કે તેણે બરાબર એ જ બોલિંગ કરી છે. વરુણ ચક્રવર્તી અથવા સુનીલ નારાયણ અથવા ચહલ જેવા બોલરોની અપેક્ષા રાખીશ. તેઓ તેમનું કામ એવી રીતે કરે છે જે ટીમ માટે વિકેટ મળવી લેછે.
IPLની બીજી ક્વોલિફાયર મેચમાં અશ્વિન છેલ્લી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. કોલકાતા ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 7 રનની જરૂર હતી. અશ્વિને બે બોલમાં બે વિકેટ ઝડપીને મેચને રોમાંચક વળાંક પર લઈ ગયો. પરંતુ ઓવરના 5 માં બોલ પર રાહુલ ત્રિપાઠીએ સિક્સર ફટકારી અને કોલકાતાને વિજયની સીમા પાર કરી દીધી.

