IPL

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં જોડાતા કેન વિલિયમસનનું આવી રીતે સ્વાગત થયું

IPL 2021 ના ​​બીજા તબક્કાની શરૂઆત માટે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે IPL 2021 નો પહેલો ભાગ અનિશ્ચિત સમય માટે રદ કરવો પડ્યો હતો. આ પછી, બીસીસીઆઇએ ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ બાકીની આઇપીએલ મેચોનું આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો. IPL-14 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.

જો આપણે આ IPLની વાત કરીએ તો અત્યારે આ લીગ એક ઉત્તેજક તબક્કે ઉભી છે. કેટલીક ટીમો પ્લેઓફમાં પહોંચવાની આરે છે, જ્યારે કેટલીક ટીમોએ પ્લેઓફ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવો પડશે. ટીમો આ તબક્કામાં કેવી રીતે રમે છે તે જોવું રસપ્રદ રહેશે. આઈપીએલની શરૂઆત પહેલા, ઓરેન્જ આર્મી તરીકે જાણીતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન જોડાયા છે. ટીમે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી.

કેન વિલિયમસનનું સ્વાગત કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ટ્વિટ કર્યું, ‘સ્વાગત કેન મામા.’ વિદેશી ખેલાડીઓ અને IPL વચ્ચેના સંબંધો કોઈથી છુપાયેલા નથી. આઈપીએલને દુનિયાભરના ઘણા વિદેશી ખેલાડીઓએ પસંદ કર્યું છે, તેનું એક કારણ આઈપીએલ ફ્રેન્ચાઈઝી અને ચાહકોનો પ્રેમ છે.

આ આઈપીએલની વાત કરીએ તો ડેવિડ વોર્નરના ખરાબ ફોર્મ બાદ કેન વિલિયમસનને ટીમની કમાન સોંપવામાં આવી હતી, તે સમયે આ ટીમની ઘણી ટીકા થઈ હતી. વિલિયમસન અને વોર્નર બંને આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે.

Exit mobile version