વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ ફિટનેસના મામલામાં ટોપ પર છે, પરંતુ આ વખતે તેણે પોતાની બોડી દેખાડવા માટે કંઈક એવું કર્યું છે જેનાથી હંગામો મચી ગયો છે.
IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર રસેલે પોતાની સેલ્ફી લઈને સનસનાટી મચાવી દીધી છે. તે અરીસા સામે નગ્ન થઈને ઉભો છે. તેની સરખામણી બોલિવૂડ એક્ટર રણવીર સિંહ સાથે કરવામાં આવી રહી છે.
34 વર્ષીય આન્દ્રે રસેલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ન્યૂડ સેલ્ફી અપલોડ કરી હતી. તેણે આ તસવીર વોર્ડરોબ સેક્શનમાં લીધી છે. રસેલ અરીસા સામે ઊભો રહીને સેલ્ફી ક્લિક કરી રહ્યો છે. તેણે ઈમોજીની મદદથી પ્રાઈવેટ પાર્ટ છુપાવ્યો હતો પરંતુ આ સેલ્ફીએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. રસેલની આ તસવીર હવે ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે.
રસેલને તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન (IPL-2023) પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ ફ્રેન્ચાઇઝીએ જાળવી રાખ્યો છે. અનુભવી જમણા હાથના ઓલરાઉન્ડરે પોતાની બોડી-ફિટનેસ દર્શાવતી એક તસવીર પણ શેર કરી છે. તસવીરમાં તેના સિક્સ-પેક એબ્સ દેખાય છે. રસેલે આ ફોટાના કેપ્શનમાં લખ્યું, ‘વધુ કરો, ઓછું બોલો!!!’
View this post on Instagram