IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ખિતાબ જીત્યા બાદ ટીમની ઉજવણીના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન RCBના સ્ટાર ફિનિશર Tim David સાથે જોડાયેલો એક વીડિયો ભારે ચર્ચામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં ડેવિડ મેદાન પર સિગાર પીતા જોવા મળી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ક્રિકેટ ચાહકો વચ્ચે ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા વીડિયોમાં ટિમ ડેવિડ RCBના અન્ય ખેલાડીઓ સાથે ઉજવણી કરતા જોવા મળે છે અને તેના હાથમાં સિગાર જેવી વસ્તુ હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, આ વીડિયો ખરેખર અસલી છે કે પછી AI દ્વારા બનાવવામાં આવ્યો છે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અનેક યુઝર્સ વીડિયોને સાચો ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને એડિટેડ અથવા AI જનરેટેડ વીડિયો હોવાનો દાવો કરી રહ્યા છે.
ચર્ચાને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે RCBના ખેલાડી Phil Salt દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલી એક તસવીરમાં ટિમ ડેવિડના હાથમાં સિગાર જેવી વસ્તુ જોવા મળી હતી. આ તસવીર બાદ ઘણા ચાહકોનું માનવું છે કે વાયરલ વીડિયો સંપૂર્ણપણે ખોટો નથી હોઈ શકે. જોકે, હજુ સુધી ડેવિડ અથવા RCB મેનેજમેન્ટ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે IPL 2026 દરમિયાન ટિમ ડેવિડ પહેલાથી જ કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓને કારણે ચર્ચામાં રહ્યા હતા. હવે સિગારના આ વાયરલ વીડિયોએ ફરી એકવાર તેને સોશિયલ મીડિયા પર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. જોકે, વીડિયોની સચ્ચાઈ અંગે સ્પષ્ટ પુરાવા સામે ન આવે ત્યાં સુધી આ સમગ્ર મામલો માત્ર અટકળો સુધી જ સીમિત છે.
Tim David after cooking the umpires throughout the szn pic.twitter.com/BfZXaqbInu
— sir jacob bethell era (@bet_helll) June 3, 2026

