BCCI લગભગ એક દાયકાથી અફઘાનિસ્તાન ક્રિકેટને સમર્થન આપી રહ્યું છે અને હવે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં મજબૂત ક્રિકેટ વાતાવરણ જાળવવાના ઉદ્દેશ્ય સાથે નેપાળના પ્રતિભાશાળી ખેલાડીઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમ સંબંધિત સપોર્ટ આપવા માટે તૈયાર છે.
જો બધુ બરાબર રહ્યું તો, નેપાળની વરિષ્ઠ રાષ્ટ્રીય ટીમ દિલ્હીમાં તાલીમ લઈ શકે છે અને જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં રમવા માટે અમેરિકા જતા પહેલા કેટલીક પ્રેક્ટિસ મેચો પણ રમી શકે છે.
ક્રિકેટ એસોસિએશન ઓફ નેપાળ (CAN) ના પ્રમુખ ચતુર બહાદુર મહિલા પ્રીમિયર લીગ (WPL) મીટિંગ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહને મળ્યા હતા. બેઠકમાં, તેમણે તેમના દેશના ઉભરતા ક્રિકેટરોને ‘ગેમ ટાઈમ’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મદદ પૂરી પાડવા વિનંતી કરી કારણ કે તેમની પાસે નેપાળમાં આવી સુવિધાઓ નથી.