શ્રીલંકાના દંબુલામાં રમાયેલી ત્રિકોણીય A શ્રેણીની પ્રથમ મેચમાં ભારત Aએ શ્રીલંકા Aને 8 રને હરાવી ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી. એક સમયે શ્રીલંકા A જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં અદભૂત કમબેક કરીને મેચ પોતાના નામે કરી લીધી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારત Aની શરૂઆત સારી રહી નહોતી. વૈભવ સૂર્યવંશી 14 રન અને પ્રભસિમરન સિંહ માત્ર 2 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ પ્રિયાંશ આર્યાએ 32 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી, પરંતુ તે વિવાદાસ્પદ રનઆઉટનો શિકાર બન્યો. આ મુશ્કેલ પરિસ્થિતિમાં રુતુરાજ ગાયકવાડ અને કેપ્ટન તિલક વર્માએ ટીમને સંભાળી હતી.
રુતુરાજ ગાયકવાડે 114 બોલમાં 101 રનની શાનદાર સદી ફટકારી હતી, જ્યારે તિલક વર્માએ 60 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બંને વચ્ચે 150 રનની ભાગીદારી થઈ હતી. અંતમાં સુર્યાંશ શેડગેની અણનમ 26 અને આયુષ બદોનીના ઝડપી 24 રનના કારણે ભારત Aએ 50 ઓવરમાં 277/6નો પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો.
278 રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકા Aએ મજબૂત શરૂઆત કરી હતી. અવિષ્કા ફર્નાન્ડો અને નીરોશન ડિકવેલાએ ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી હતી. જોકે આયુષ બદોનીએ મહત્વપૂર્ણ વિકેટો ઝડપી ભારતને મેચમાં પાછું લાવ્યું. ત્યારબાદ સાહન અરાચ્ચિગે અને સાદીરા સમરવિક્રમાએ લડત ચાલુ રાખી, પરંતુ અંતિમ ઓવરોમાં ભારતીય બોલરો હાવી રહ્યા.
મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ છેલ્લી ચાર બોલમાં આવ્યો, જ્યારે ભારત Aએ ત્રણ વિકેટ ઝડપી શ્રીલંકા Aની ઇનિંગ્સ 269 રન પર સમેટી દીધી. આ સાથે ભારત Aએ 8 રને રોમાંચક જીત નોંધાવી અને શ્રેણીમાં વિજયી પ્રારંભ કર્યો.
Tri-Series (IND A vs SL A)
India A Defeated Srilanka A by 8 runs 🔥
A Big Choke by Srilanka, At one Stage they need 17 runs in 18 balls with 4 Wickets Left! pic.twitter.com/TFaVAEcrrs
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) June 9, 2026

