પાકિસ્તાનના ક્રિકેટર Ahmed Shehzad ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. બકરી ઈદના અવસર પર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો વચ્ચે કુરબાનીનું માંસ વહેંચતા તેનો એક વીડિયો વાયરલ થયો હતો, પરંતુ આ માનવતાભર્યા કાર્ય બાદ પણ તેઓ ટ્રોલિંગનો શિકાર બન્યા.
વાયરલ વીડિયોમાં અહેમદ શેહઝાદ લોકોને માંસના પેકેટ આપતા અને ઈદની શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. ઘણા ફેન્સે તેના આ કાર્યની પ્રશંસા કરી અને કહ્યું કે ઈદનો સાચો અર્થ જરૂરિયાતમંદોની મદદ કરવો છે. જોકે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આને “પબ્લિસિટી સ્ટંટ” ગણાવીને તેને નિશાન બનાવ્યા.
ટ્રોલર્સે સવાલ ઉઠાવ્યો કે જો મદદ કરવી જ હતી તો કેમેરા સામે વીડિયો બનાવવાની શું જરૂર હતી. કેટલાક લોકોએ તો તેને દેખાવા માટે દાન કરવાનું આરોપ પણ લગાવ્યો. બીજી તરફ શેહઝાદના સમર્થનમાં ઊતરેલા ફેન્સે કહ્યું કે સારા કાર્યનો વીડિયો શેર કરવાથી અન્ય લોકો પણ પ્રેરિત થાય છે અને તેમાં કંઈ ખોટું નથી.
અહેમદ શેહઝાદ અગાઉ પણ અનેક વખત પોતાના નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને લઈને વિવાદોમાં રહ્યા છે. છતાં તેઓ પાકિસ્તાન ક્રિકેટના જાણીતા ચહેરાઓમાં સામેલ છે અને સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઇંગ છે.
હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો તેને દિલદાર ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેના ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
I often criticize Ahmad Shehzad’s analysis but he should be commended for distributing meat to poor people in this blistering heat. Well done @iamAhmadshahzadpic.twitter.com/Ud5z4v13a0
— Pakistan Cricket Team USA FC (@DoctorofCricket) May 28, 2026
