OFF-FIELD

વિરાટ, રોહિત અને ધોનીને લગ્નમાં કેમ આમંત્રણ ન આપવામાં આવ્યું?

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર તાજેતરમાં વારાણસીમાં અક્ષિતા રાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. લગ્ન બાદ તેણે સોશિયલ મીડિયા પર પોતાના ખાસ દિવસની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા, જે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. જોકે આ દરમિયાન એક વીડિયો ખાસ ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં આકાશ દીપે મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માને લગ્નમાં આમંત્રણ ન આપવા પાછળનું કારણ હળવા અંદાજમાં જણાવ્યું હતું.

વાયરલ વીડિયોમાં એક મહેમાને આકાશ દીપને મજાકીયા અંદાજમાં પૂછ્યું કે, “તમે તમારી શાદીમાં વિરાટ કોહલી, એમએસ ધોની અને રોહિત શર્માને કેમ નથી બોલાવ્યા?” આ સવાલ સાંભળતા જ આકાશ દીપે તરત જ હસતાં જવાબ આપ્યો, “જો એ બધા અહીં આવી ગયા હોત તો ભાઈ, બનારસમાં શાદી થઈ શકી હોત?” તેના આ જવાબે હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

આકાશ દીપના આ જવાબનો અર્થ સ્પષ્ટ હતો કે ધોની, કોહલી અને રોહિત જેવા સુપરસ્ટાર ખેલાડીઓ જ્યાં જાય છે ત્યાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડે છે. જો તેઓ લગ્ન સમારોહમાં હાજર રહેતા તો સુરક્ષા અને ભીડને સંભાળવી મુશ્કેલ બની જાત અને લગ્નનું આયોજન પ્રભાવિત થઈ શકત. આ કારણે તેમણે લગ્નને પરિવાર અને નજીકના મિત્રો સુધી મર્યાદિત રાખ્યા હોવાનું માનવામાં આવે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને ચાહકો આકાશ દીપની સાદગી તથા હાસ્યપ્રિય સ્વભાવની પ્રશંસા કરી રહ્યા છે. ક્રિકેટપ્રેમીઓએ પણ તેના જવાબને રમૂજી અને વ્યવહારુ ગણાવ્યો છે. લગ્ન બાદ આકાશ દીપ ફરી એકવાર મેદાન પર વાપસી કરવા માટે તૈયારી કરી રહ્યા છે અને ચાહકોને તેની આગામી ક્રિકેટ સફરની આતુરતાથી રાહ છે.

Exit mobile version