અનુભવી ઝડપી બોલર ઈશાંત શર્માને 11 ઓક્ટોબરથી શરૂ થનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે દિલ્હીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈશાંત આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ દ્વારા ક્રિકેટમાં વાપસી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા નીતિશ રાણાને દિલ્હીનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. દિલ્હીએ 16 સભ્યોની ટીમ પસંદ કરી છે.
આ ટીમમાં હિમ્મત સિંહની સાથે રિતિક શોકીન (મુંબઈ ઈન્ડિયન્સ), નવદીપ સૈની (રાજસ્થાન રોયલ્સ), અનુજ રાવત (RCB), સિમરજીત સિંહ (CSK), આયુષ બદોની અને મયંક યાદવ (લખનૌ સુપર જાયન્ટ્સ) અને લલિત યાદવ (દિલ્હી કેપિટલ્સ)નો સમાવેશ થાય છે. હિતેન દલાલ અને આશાસ્પદ યુવાન દેવ લાકડા પણ છે.જોઈન્ટ સેક્રેટરી રાજન મનચંદાએ કહ્યું હતું કે, પ્રમુખ અને સેક્રેટરીને અમારા સિનિયર ખેલાડીઓમાં પૂરો વિશ્વાસ છે અને નીતિશ તેમાંથી એક છે. અમને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં ટીમ સારૂ પ્રદર્શન કરશે.
અનુભવી ભારતીય ઝડપી બોલર ઈશાંત શર્મા ટેસ્ટ મેચોમાં ભારત માટે મેચ વિનર રહ્યો છે. પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં આ બોલરે લગભગ 70 ટકા વિકેટ માત્ર ટેસ્ટ મેચમાં જ લીધી છે. ભારતીય બોલરના નામે કુલ 434 વિકેટનો રેકોર્ડ છે. દિલ્હીના આ બોલરે 104 ટેસ્ટ મેચમાં 311 વિકેટ લીધી છે. તે જ સમયે, ઈશાંતે ODI કારકિર્દીમાં 115 અને T20માં માત્ર 8 વિકેટ ઝડપી છે. ટેસ્ટ મેચોમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાના મામલે ઈશાંત 5માં નંબર પર છે.
ટીમઃ નીતીશ રાણા (કેપ્ટન), હિંમત સિંહ (વાઈસ-કેપ્ટન), હિતેન દલાલ, યશ ધૂલ, અનુજ રાવત (ડબલ્યુકે), રિતિક શોકીન, આયુષ બદોની, લલિત યાદવ, ઈશાંત શર્મા, નવદીપ સૈની, સિમરજીત સિંહ, મયંક યાદવ, શિવાંક વશિષ્ઠ, દેવ લાકરા, પ્રદીપ સાંગવાન, પ્રાંશુ વિજયરન.