ભારતમાં ઘરેલુ ટુર્નામેન્ટ દુલીપ ટ્રોફી 2024 રમાઈ રહી છે, જેના બીજા રાઉન્ડ પહેલા એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભારતીય ટીમનો વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહ દુલીપ ટ્રોફીમાં પ્રવેશવા જઈ રહ્યો છે અને તે ઈન્ડિયા B નો ભાગ બની ગયો છે.
ટાઈમ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, રિંકુ સિંહે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. રિંકુએ TOIને કહ્યું કે તે ખૂબ જ નિરાશ છે કારણ કે તેને દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં કોઈ ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, પરંતુ હવે તે ઘણો ખુશ છે કારણ કે તેને ઈન્ડિયા B ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
તેણે કહ્યું, ‘મારું કામ સખત મહેનત કરવાનું છે અને મને દુલીપ ટ્રોફી માટે બોલાવવામાં આવતા હું ખૂબ જ ખુશ છું. જ્યારે શરૂઆતમાં ટીમોની જાહેરાત કરવામાં આવી ત્યારે મારી પસંદગી કરવામાં આવી ન હતી. શરૂઆતમાં હું નિરાશ થયો. આજે, હું વધુ ઉત્સાહિત અનુભવું છું કારણ કે હું પ્રતિષ્ઠિત દુલીપ ટ્રોફીમાં ઇન્ડિયા B તરફથી રમીશ.
તમને જણાવી દઈએ કે હાલમાં રિંકુ સિંહ UP T20 લીગમાં રમી રહ્યો છે જ્યાં તે મેરઠ માવેરિક્સ ટીમની કેપ્ટન્સી પણ કરી રહ્યો છે, જો કે હવે તેને દુલીપ ટ્રોફી રમવા માટે આ ટૂર્નામેન્ટ છોડવી પડશે. રિંકુ ઉપરાંત આકિબ ખાન માટે પણ દુલીપ ટ્રોફીનો કોલ આવ્યો છે અને તે ઈન્ડિયા A તરફથી રમવા જઈ રહ્યો છે.
નોંધનીય છે કે બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે, જેના કારણે દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાં રમી ચૂકેલા ઘણા ખેલાડીઓ હવે બાકીની મેચો નહીં રમી શકે.
Rinku Singh likely to be included in the India B squad for the Duleep Trophy. (TOI). pic.twitter.com/THmcNMxUqB
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 9, 2024
દુલીપ ટ્રોફી 2024ની આગામી મેચ 12 સપ્ટેમ્બરથી ઈન્ડિયા A અને ઈન્ડિયા D વચ્ચે રમાશે. 12મી સપ્ટેમ્બરે ઈન્ડિયા B અને ઈન્ડિયા C વચ્ચે પણ ટક્કર થશે.