T-20

T20 વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેશે કિવી સ્ટાર

Pic- mykhel

ન્યુઝીલેન્ડની ક્રિકેટ દીવા સુઝી બેટ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેને આવતા ICC મહિલા T20 વર્લ્ડ કપ (જૂન-જુલાઈ 2026, ઇંગ્લેન્ડ) પછી પોતાના 20 વર્ષીય ગૌરવમય કારકિર્દીને અલવિદા કહેશે.

2006માં ભારત વિરુદ્ધ ODIથી કારકિર્દી શરૂ કરનારી 38 વર્ષીય બેટ્સે 362 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. તેને T20Iમાં વિશ્વની સૌથી વધુ રન બનાવનારી ખેલાડી છે (4,717 રન્સ), જ્યારે ODIમાં ન્યુઝીલેન્ડની ટોપ સ્કોરર (5,964 રન્સ) છે. બેટ્સને ‘ગ્રાન્ડમા’ કહેર પણ ઓળખવામાં આવે છે, પણ તેની ફિટનેસ અને ફોર્મ હંમેશા ટોપ ક્લાસ રહ્યું છે.

સુઝીએ કહ્યું, ભૂતકાળના 20+ વર્ષો પર નજર કરું તો સમય કેટલો ઝડપથી પસાર થયો! ફર્ન જર્સી પહેરવાનું ગૌરવ છે. મારું અંતિમ મિશન: UK જઈને વધુ એક વર્લ્ડ કપ જીતવું – જે મારા માટે વિશેષ સ્થળ છે! ન્યુઝીલેન્ડ વર્તમાન ચેમ્પિયન તરીકે ટાઈટલ ડિફેન્ડ કરવા તૈયાર છે.

Exit mobile version