T-20

વર્લ્ડ કપ 2027ની તૈયારી શરૂ

પાકિસ્તાન અને બાંગ્લાદેશ પ્રવાસ માટે યુવા ખેલાડીઓને તક, Mitchell Marsh સંભાળશે ટીમની કમાન

Cricket Australiaએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની આગામી વનડે અને T20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર કરી છે. ટીમમાં સૌથી મોટો ચોંકાવનારો નિર્ણય એ રહ્યો કે દિગ્ગજ ઝડપી બોલરો Pat Cummins, Mitchell Starc અને Josh Hazlewoodને આરામ આપવામાં આવ્યો છે. તે ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ Mitchell Marsh કરશે.

ઓસ્ટ્રેલિયા સૌથી પહેલા પાકિસ્તાનના પ્રવાસે જશે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે. સિરીઝનો પ્રથમ મુકાબલો 30 મેના રોજ રાવલપિંડીમાં રમાશે, જ્યારે બાકીની બે મેચ લાહોરમાં યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા આ સિરીઝ દ્વારા ICC Cricket World Cup 2027 માટે પોતાની તૈયારીઓની શરૂઆત કરી રહ્યું છે.

ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. અંડર-19 સ્તરે પ્રભાવિત કરનાર ઓલિવર પીક અને લિયામ સ્કોટને પ્રથમ વખત મહત્વપૂર્ણ તક મળી છે. ઉપરાંત કેમેરોન ગ્રીન, જોશ ઇંગ્લિસ અને તનવીર સંઘા જેવા ખેલાડીઓ પણ ટીમમાં સામેલ છે.

પાકિસ્તાન પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે, જ્યાં ત્રણ વનડે અને ત્રણ T20 મેચોની સિરીઝ રમાશે. આ T20 ટીમમાં ચોંકાવનારી રીતે Glenn Maxwellને સ્થાન આપવામાં આવ્યું નથી. બીજી તરફ ટ્રેવિસ હેડ, ટિમ ડેવિડ અને સ્પેન્સર જૉનસન જેવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા હવે આગામી મોટા ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જ્યારે અનુભવી ખેલાડીઓને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવી રહ્યો છે.

Exit mobile version