મહિલા ક્રિકેટમાં એક એવો રેકોર્ડ બન્યો છે જેને જોઈને સમગ્ર ક્રિકેટ જગત આશ્ચર્યચકિત થઈ ગયું છે. ACC મહિલા પ્રીમિયર કપ 2026માં UAE મહિલા ટીમે સાઉદી અરેબિયા સામે માત્ર 5 બોલમાં જ જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે. આ જીત મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ઝડપી રનચેઝમાંથી એક ગણાઈ રહી છે.
મેચમાં પ્રથમ બેટિંગ કરનાર સાઉદી અરેબિયાની ટીમ UAEના બોલરો સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. આખી ટીમ માત્ર 25 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. UAE તરફથી બોલરોએ શાનદાર પ્રદર્શન કરતાં વિરોધી ટીમને મોટી ભાગીદારી બનાવવાની કોઈ તક જ આપી નહોતી.
માત્ર 26 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી UAEની ઓપનિંગ જોડીએ શરૂઆતથી જ આક્રમક રમત દાખવી. ટીમે માત્ર 5 બોલમાં જ જરૂરી રન બનાવી લીધા અને એક પણ વિકેટ ગુમાવ્યા વિના 10 વિકેટે જીત મેળવી લીધી. આ દરમિયાન UAEએ 115 બોલ બાકી રાખ્યા હતા, જે મહિલા T20I ઇતિહાસની સૌથી પ્રભાવી જીતો માં ની એક છે.
આ જીત સાથે UAE મહિલા ટીમ ACC મહિલા પ્રીમિયર કપ 2026ની શરૂઆત ધમાકેદાર રીતે કરવામાં સફળ રહી છે. ટીમની કેપ્ટન Esha Ozaના નેતૃત્વમાં UAE સતત પ્રગતિ કરી રહી છે અને એસોસિયેટ દેશોની મહિલા ક્રિકેટમાં પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે.
મહિલા ક્રિકેટમાં આવા રેકોર્ડ ભાગ્યે જ જોવા મળે છે. માત્ર 5 બોલમાં લક્ષ્યાંક હાંસલ કરીને UAEએ સાબિત કરી દીધું કે તેમની ટીમ હવે એશિયાની ઉભરતી શક્તિઓમાંની એક બની રહી છે. આ પ્રદર્શન બાદ સમગ્ર ક્રિકેટ વિશ્વમાં UAE મહિલા ટીમની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.
ACC Women’s Premier Cup 2026:
UAE begin their tournament campaign with a 10-wicket win over Saudi Arabia 🇦🇪👏
Scores in brief:
Saudi Arabia: 27 all out, 15.3 overs (Mashael Waqas 9; Heena Hotchandani 3-4, Suraksha Kotte 3-5, Esha Oza 3-9)
UAE: 30 for no loss in 0.5 overs (Esha… pic.twitter.com/KCzAP9FSl5— UAE Cricket Official (@EmiratesCricket) June 3, 2026

