ઇંગ્લેન્ડ ક્રિકેટમાં તાજેતરમાં થયેલા બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન સાથે જોડાયેલા નાઇટક્લબ વિવાદ બાદ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ખેલાડીઓ માટે કડક આચારસંહિતા લાગુ કરી છે. ટીમમાં શિસ્ત જળવાઈ રહે અને મેદાનની બહારની વિવાદાસ્પદ ઘટનાઓ અટકે તે માટે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે.
નવા નિયમો મુજબ હવે ઇંગ્લેન્ડના ખેલાડીઓએ કોઈપણ ઘરેલુ કે વિદેશી શ્રેણી દરમિયાન મધરાત પછી બહાર રહેવું નહીં. જો કોઈ ખેલાડી રાત્રે 10 વાગ્યા પછી ટીમ હોટેલની બહાર હોય તો તેણે ટીમ મેનેજમેન્ટ અથવા ECBની સુરક્ષા ટીમને તેની જાણ કરવી ફરજિયાત રહેશે. ઉપરાંત ખેલાડીઓને જાહેર સ્થળોએ દારૂ પીવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે અને હોટેલના બારમાં પણ પરવાનગી વગર દારૂ પી શકશે નહીં.
ECBએ ખેલાડીઓને મેચના એક દિવસ પહેલાં અને મેચ પૂર્ણ થયા બાદના આગામી 24 કલાક સુધી દારૂનું સેવન ન કરવાની પણ ભલામણ કરી છે. બોર્ડનું માનવું છે કે આ નિયમો ખેલાડીઓની ફિટનેસ, રિકવરી અને વ્યાવસાયિકતા વધારવામાં મદદરૂપ બનશે. જોકે ખાસ પ્રસંગો, જેમ કે મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં ઉજવણી અથવા પરિવાર સાથેના ડિનર દરમિયાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છૂટછાટ આપવામાં આવી શકે છે.
આ નવા નિયમોની પાછળનું મુખ્ય કારણ બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન સાથે જોડાયેલો નાઇટક્લબ વિવાદ માનવામાં આવે છે, જેના કારણે ઇંગ્લિશ ક્રિકેટની છબી પર સવાલો ઊભા થયા હતા. ત્યારબાદ ECBએ ખેલાડીઓના વર્તન માટે વધુ સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.
ECBનો આ નિર્ણય ઇંગ્લેન્ડ ક્રિકેટમાં વધુ શિસ્ત અને જવાબદારી લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે નવા નિયમોનો ખેલાડીઓના વર્તન અને ટીમના પ્રદર્શન પર કેટલો સકારાત્મક પ્રભાવ પડે છે.
🚨 Reports 🚨
England players will reportedly follow a strict off-field code of conduct, including:
• No alcohol, even on the day after a Test
• Midnight curfew
• No appearing in public under the influence or posting alcohol-related content on social media
• Players must… pic.twitter.com/cSZC44lVfr— Sportskeeda (@Sportskeeda) July 10, 2026
