LATEST

ઈશાન કિશન અને અય્યર સામે થઈ શકે છે કાર્યવાહી, કોન્ટ્રાક્ટ હાથમાંથી જશે

Pic- wolf777news

ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ ઇશાન કિશન અને શ્રેયસ અય્યરને લઇને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ખૂબ જ કડક હોવાનું જણાય છે. એવી માહિતી છે કે બંને ખેલાડીઓ સામે કાર્યવાહી કરીને BCCIએ તેમને કેન્દ્રીય કરારમાંથી હટાવી દીધા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ બીસીસીઆઈ ટૂંક સમયમાં આની જાહેરાત કરી શકે છે. સમચારના આધારે માનીએ તો, ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે વર્ષ 2023-24 સીઝન માટે કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. જેની પણ ટૂંક સમયમાં જ BCCI દ્વારા જાહેરાત કરવામાં આવશે.

બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને પડતા મુકવામાં આવે તેવી શક્યતા છે. તાજેતરમાં, બીસીસીઆઈના આદેશ છતાં, અય્યર ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો નથી. જ્યાં ઇશાન કિશન ડિસેમ્બર-જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાના ભારત પ્રવાસથી પરત ફર્યા ત્યારથી લાંબા બ્રેક પર છે, તે IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે બરોડામાં પ્રેક્ટિસ કરતો જોવા મળે છે.

જ્યાં અય્યરે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી હતી કે તેને પીઠમાં દુખાવો છે. જેના કારણે તે રમવા માટે ઉપલબ્ધ રહેશે નહીં. જોકે, નેશનલ ક્રિકેટ એકેડમીના નીતિન પટેલે બીસીસીઆઈ અને મુખ્ય પસંદગીકારને ઈમેલ મોકલ્યો હતો. જેના કારણે તેની ફરિયાદને ધ્યાનમાં રાખીને તેને છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમની બહાર રાખવામાં આવ્યો હતો.

Exit mobile version