IPL 2026માં મેદાન પર માત્ર રેકોર્ડ્સ અને રોમાંચક મેચો જ નહીં, પરંતુ ખેલાડીઓના અનોખા સેલિબ્રેશન પણ ફેન્સ માટે ખાસ આકર્ષણ બન્યા છે. આ સિઝનમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો ટ્રેન્ડ રહ્યો ‘પર્ચી સેલિબ્રેશન’. ખેલાડીઓ વિકેટ અથવા મોટી ઇનિંગ બાદ ખિસ્સામાંથી નાની પર્ચી કાઢીને કેમેરા સામે ખાસ સંદેશ બતાવતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ અંદાજ ખૂબ વાયરલ થયો હતો.
આ ટ્રેન્ડની શરૂઆત સનરાઇઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ કરી હતી. IPL 2025માં પંજાબ કિંગ્સ સામે માત્ર 40 બોલમાં સદી ફટકાર્યા બાદ તેણે પહેલીવાર પર્ચી દેખાડી હતી. તે પર્ચી પર લખેલું હતું, “This is for you Orange Army.” અભિષેકનો આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવ્યો અને ત્યારથી આ સેલિબ્રેશન IPLમાં ટ્રેન્ડ બની ગયું.
ત્યારબાદ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કરનાર રઘુ શર્માએ પણ પર્ચી સેલિબ્રેશન કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. લખનૌવ સુપર જાયન્ટ્સ સામે વિકેટ મળ્યા બાદ તેણે પર્ચી પર લખેલું બતાવ્યું, “Radhe-Radhe, A very painful 15 years ended today.” લાંબા સંઘર્ષ બાદ IPLમાં સફળતા મળતાં તેનો આ ભાવુક અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન ઉર્વિલ પટેલે પણ LSG સામે માત્ર 13 બોલમાં સૌથી ઝડપી IPL ફિફ્ટી ફટકારી હતી. ત્યારબાદ તેણે “This is for you Papa” લખેલી પર્ચી બતાવી હતી, જે ફેન્સને ખૂબ પસંદ પડી.
આ ઉપરાંત LSGના પેસર આકાશ સિંહે CSK સામે ત્રણ વિકેટ લીધા બાદ “Akki on Fire” લખેલી પર્ચી બતાવી હતી. IPL 2026માં આ અનોખું પર્ચી સેલિબ્રેશન હવે ફેન્સ માટે ખાસ ઓળખ બની ગયું છે.
A new trend in the IPL — the paper celebration 😍🔥#Cricket #LSGvCSK #IPL2026 pic.twitter.com/L3eTPEebXP
— Sportskeeda (@Sportskeeda) May 15, 2026

