OFF-FIELD

ઈજાથી નહીં, મહિકા શર્માના પ્રેમમાં વ્યસ્ત હાર્દિક પંડ્યા

Hardik Pandya ફરી એકવાર પોતાની વ્યક્તિગત જિંદગીને લઈને ચર્ચામાં આવ્યા છે. IPL 2026 દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સના નિરાશાજનક પ્રદર્શન વચ્ચે સોશિયલ મીડિયા પર હાર્દિક અને મોડલ-અભિનેત્રી Mahika Sharmaના લગ્નને લઈને અનેક અફવાઓ વાયરલ થઈ રહી છે. કેટલાક વાયરલ પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને 22 મેના રોજ ઉદયપુરમાં ખાનગી સમારંભમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

આ સમાચાર સામે આવતા જ ફેન્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. કારણ કે હાર્દિક હાલમાં પીઠની ઈજાને કારણે મુંબઈ ઇન્ડિયન્સ માટે છેલ્લા કેટલાક મુકાબલાઓમાં રમ્યા નથી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર બંનેને અભિનંદન પણ પાઠવ્યા હતા. જોકે, બાદમાં જાણવા મળ્યું કે આ દાવો કરનાર એકાઉન્ટ પેરોડી પ્રોફાઇલ હતું, જે અગાઉ પણ ભ્રામક પોસ્ટ્સ શેર કરી ચૂક્યું છે.

હાલ સુધી હાર્દિક પંડ્યા અથવા મહિકા શર્મા તરફથી લગ્ન અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. તેથી આ સમગ્ર મામલાને અફવા તરીકે જ જોવામાં આવી રહ્યો છે.

હાર્દિકે વર્ષ 2020માં Natasa Stankovic સાથે લગ્ન કર્યા હતા, પરંતુ જુલાઈ 2024માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંનેનો એક પુત્ર પણ છે, જેનું નામ અગસ્ત્ય છે. તલાક પછી હાર્દિકનું નામ અનેક મહિલાઓ સાથે જોડાયું, પરંતુ મહિકા શર્મા સાથેના સંબંધોની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે.

ક્રિકેટની વાત કરીએ તો IPL 2026 હાર્દિક માટે ખાસ સફળ રહ્યું નથી. મુંબઈ ઇન્ડિયન્સ 12 મેચમાં માત્ર 4 જીત સાથે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. હાર્દિકે આ સીઝનમાં બેટિંગમાં 146 રન બનાવ્યા છે જ્યારે બોલિંગમાં 4 વિકેટ મેળવી છે. હવે KKR સામેની મેચમાં તેમની વાપસી થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે, જોકે ટીમ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Exit mobile version