ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના બે જાણીતા ખેલાડીઓના અંગત સંબંધોને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર અને કેપ્ટન અમેલિયા કેર તથા પુરુષ ટીમના ઝડપી બોલર નેથન સ્મિથ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી સામે આવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ બંનેની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ અનુસાર નેથન સ્મિથે ESPNcricinfoને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના અને અમેલિયા કેરના સંબંધ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. સ્મિથે જણાવ્યું હતું કે બંનેના વ્યસ્ત ક્રિકેટિંગ શેડ્યૂલને કારણે મોટાભાગે એક વ્યક્તિ ઘરે હોય છે ત્યારે બીજી પ્રવાસ પર હોય છે. જોકે તેઓ શક્ય હોય તેટલો સમય સાથે વિતાવવાનો પ્રયાસ કરે છે.
સ્મિથે વધુમાં કહ્યું કે જ્યારે તેઓ પ્રવાસે જાય છે ત્યારે અમેલિયા ઘણી વખત બિગ બેશ જેવી ટૂર્નામેન્ટોમાં વ્યસ્ત હોય છે. આવી સ્થિતિમાં તેઓ તેની સાથે સમય પસાર કરવા માટે ત્યાં પહોંચવાનો પ્રયાસ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંનેએ વિવિધ ક્રિકેટ સીઝન દરમિયાન સાથે ઘણો સમય વિતાવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.
હાલ બંને ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં છે, પરંતુ અલગ-અલગ ક્રિકેટિંગ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. અમેલિયા કેર ન્યૂઝીલેન્ડ મહિલા ટીમ સાથે મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે, જ્યારે નેથન સ્મિથ ન્યૂઝીલેન્ડ પુરુષ ટીમ સાથે ટેસ્ટ શ્રેણીમાં રમવામાં વ્યસ્ત છે.
અમેલિયા કેર વિશ્વ ક્રિકેટની સૌથી પ્રતિભાશાળી મહિલા ઓલરાઉન્ડરોમાંની એક માનવામાં આવે છે, જ્યારે નેથન સ્મિથ પણ છેલ્લા કેટલાક સમયમાં ન્યૂઝીલેન્ડ માટે મહત્વના ઝડપી બોલર તરીકે ઉભરી આવ્યા છે. બંનેના સંબંધોની ખબર બહાર આવતાં ચાહકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. ક્રિકેટ જગતમાં આ કપલ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
𝗗𝗜𝗗 𝗬𝗢𝗨 𝗞𝗡𝗢𝗪?
New Zealand Women’s team star and captain Amelia Kerr and Men’s fast bowler Nathan Smith have been dating each other 💕
In an interview with ESPNcricinfo, Smith talked about their relationship, “Normally, one of us is at home and one of us is away.”
🗣️… pic.twitter.com/L4WX5rmTEv
— Cricketangon (@cricketangon) June 16, 2026

