પાકિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ અને પૂર્વ ઝડપી બોલર આકિબ જાવેદના પરિવારમાં ખુશીનો માહોલ છે. તેની દીકરી ઉકબા આકિબે યુનાઇટેડ કિંગડમમાં લગ્ન કર્યા છે. ઉકબાના લગ્નની તસવીરો અને વીડિયો તેની માતા ફરઝાના આકિબે સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ આ સમાચાર ચર્ચામાં આવ્યા છે.
ફરઝાના આકિબે શેર કરેલી માહિતી અનુસાર, ઉકબાના લગ્ન 9 ઓગસ્ટે UKમાં યોજાયા હતા. તેણે નવદંપતી તેમજ બંને પરિવારો માટે શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ પણ વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં ઉકબા સફેદ રંગના વેડિંગ ગાઉનમાં જોવા મળે છે, જ્યારે તેના પતિ ફોર્મલ સૂટમાં નજરે પડે છે. અહેવાલ મુજબ લગ્ન સમારંભમાં પરિવારના નજીકના સભ્યો, મિત્રો અને સંબંધીઓ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે તસવીરો અને વીડિયો પરથી લગ્ન સમારોહ ક્રિશ્ચિયન પરંપરા મુજબ યોજાયો હોવાનું જણાય છે. એક વીડિયોમાં આકિબ જાવેદ પોતાની દીકરીને લગ્નના સ્ટેજ તરફ લઈ જતા પણ જોવા મળે છે. જોકે, લગ્ન સાથે જોડાયેલી અન્ય વ્યક્તિગત વિગતો જાહેર કરવામાં આવી નથી.
ઉકબા આકિબ અભ્યાસમાં પણ આગળ રહી છે. તેણે યુનિવર્સિટી ઓફ સસેક્સમાંથી મીડિયા અને ઇન્ટરનેશનલ જર્નાલિઝમમાં ડિગ્રી મેળવી છે. તેની માતા ફરઝાના આકિબ જાણીતી કવયિત્રી અને લેખિકા છે અને અંગ્રેજી સાહિત્યમાં અનેક પુસ્તકો લખી ચૂકી છે.
બીજી તરફ, આકિબ જાવેદ હાલમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. પૂર્વ ઝડપી બોલર તરીકે તેણે પાકિસ્તાન માટે 22 ટેસ્ટ અને 163 વનડે મેચ રમી હતી. તેઓ 1992નો વર્લ્ડ કપ જીતનારી પાકિસ્તાની ટીમનો પણ ભાગ રહ્યા હતા.
ઉકબાના લગ્નના સમાચાર સામે આવ્યા બાદ ક્રિકેટ જગત સાથે જોડાયેલા લોકો અને ચાહકો તરફથી પણ તેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
Aqib Javed’s Daughter Ties the Knot in UK 🇬🇧
Pakistan cricket selector and NCA Director Aqib Javed’s daughter has tied the knot in the UK.
Congratulations to Aqib Javed and his family! 🤍 pic.twitter.com/9cBq0c6XKL
— Mian Ahmad (@aHmADmIaN150) August 12, 2026

